તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં કાળા દિવસ સામે દમણમાં સોલ્જર સેલ્યુટ ડેની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણ: કાશ્મીરમાં ભારતીય સૈનિકો દ્વારા હીજબુલ સંગઠના આતંકવાદી બુરહાન વાનીનુ એન્કાઉન્ટર કરી તેનો ખાતમો કરવામાં આવ્યો હતો. એક આતંકવાદીને મારીને ભારતીય સૈનિકોએ દેશને આતંકવાદથી બચાવી રક્ષા આપી હતી. પરંતુ કાશ્મીરના લોકો બુરહાન વાનીના પક્ષમાં રહી ભારતીય સૈનિકો પર હમલો કરી હિંસા ફેલાવી રહ્યા છે. છેલ્લા 12 દિવસથી કાશ્મીરમાં હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં હજારોની સંખ્યામાં સૈનિકો અને લોકો ઘાયલ થઈ રહ્યા છે. આજે મંગળવારે પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનમાં કાળો દિવસ મનાવી રહ્યાં છે. જેના વિરોધમાં આજે દમણમાં સોલ્જર સેલ્યુટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

વોઈસ ઓફ દમણ એન્ડ દીવ વોટસએપ ગ્રુપ દ્વારા આજે ભારતીય સૈનિકો દ્વારા બુરહાન વાની જેવા આતંકવાદીઓનો ખાતમો કરી દેશને રક્ષણ આપતા વિર સૈનિકોના માનમાં સોલજર સેલ્યુટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યો મનોજ નાયક, નવીન રમણભાઈ પટેલ, ઉમેશ પટેલ, ખુરશીદ માંજરા, હિ‌રેન જોશી, ઝાકીર ખાન, રમેશ સિંગ ગોતમ, ઉપેન પટેલ, શોકત મીઠાની, અસ્પી દમણીયા, ચંદ્રગીરી ટંડેલ, મુકુલ રાણા, બાબુ સિંહ રાજપુરોહીત, ઉદય ટંડેલ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નાની દમણ જેટી પર એકત્રીત થઈ ભારત દેશના ઝંડાઓ સાથે યુવાનોએ પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પોકારી ઉત્સાહ વધાર્યો હતો. નાની દમણ જેટી પર અને બસ સ્ટોપ પર બે સ્થળો પર પાકિસ્તાના ઝંડાઓ ઝાકીર ખાન , ખુરશીદ માંજરા અને ઉપસ્થિત લોકો દ્વારા સળગાવવામાં આવ્યા હતાં. જેટી પરથી પાકિસ્તાન મુરદાબાદ ભારત જિંદાબાદના નારાઓ સાથે રેલી કાઢવામાં આવી હતી. જેટી થી ચાર રસ્તા થઈને નાની દમણ બસ સ્ટોપ પર પૂરી કરવામાં આવી હતી. બસ સ્ટોપ પર ઉમેશ પટેલ ,ખુરશીદ માંજરા, મનોજ નાયક, નવીન રમણ પટેલે રેલીને સોંબધી હતી.
દમણમાંં પ્રથમ વખત પાકનો ઝંડો સળગાવાયો
દમણના ઈતીહાસમાં પ્રથમ વખત આજે પાકિસ્તાનો ઝંડો એક મુસલીમ યુવાન દ્વારા મુસલીમ સમુદાયની સાથે સળગાવામાં આવ્યો હતો. જે સપષ્ટ કરે છે કે ભારતમાં રેહતા મુસલીમો પણ પાકિસ્તાની હરકત થી રોષે ભરાયા છે. ભારતના મુસલીમો ભારત પ્રત્યે વફાદાર છે તેનો એક જીવતો જાગતો દાખલો આજે દમણ ખાતે જોવા મળીયો હતો. દમણના મુસલીમો દેશની અખંડતા અને ભારતીય સેનીકો પર ર્ગવ અનુભવે છે.
( તસવીર - ચેતન મહેતા )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો