તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણમાં જેટીથી લઇને લાઇટ હાઉસ સુધી પ્રોટેકશન વોલ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણ: મોટી દમણ જેટીથીલઇને લાઇટ હાઉસ સુધીના દરિયા કિનારામાં ભરતીના સમયે તોફાની મોજા ઉછળે છે. જેને લઇને આ દરિયા કિનારાની જમીનનું ધોવાણ થઇ રહ્યુ છે. મોટી ભરતીના સમયે કિલ્લાને અડીને બનાવવામાં આવેલા રસ્તાનું પણ ધોવાણ થાય છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં પ્રોટેકશન વોલનું નિમાર્ણ કરવા અને જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેને નુકસાન ન થાય તેની પણ વ્યવસ્થા કરવા અંગે ગુરૂવારે મોટી દમણ સચિવાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠક બાદ પ્રશાસનના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓએ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતું.
DC, ભાજપના હોદ્દેદારો અને માછી અગ્રણીઓની બેઠકમાં નિર્ણય
પ્રોટેકશન વોલને નુકસાન ન થાય તે માટે પણ વિચારણા થઇ
દમણના વિકાસ આયુક્ત જે.બી.સિંગ ની અધ્યક્ષતામાં ગુરૂવારે એક બેઠક રાખવામાં આવી હતી જેમાં મોટી દમણ જેટી થી લઇને લાઈટ હાઉસ સુધી પ્રોટેકશન વૉલના બાંધકામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં દરિયા કિનારા પર થઈ રહેલા નુકશાન થી બચવા માટે લાંબા સમયથી પ્રોટેકશન વૉલ બનાવવાની માગ કરવામાં આવી રહી હતી.આ માગને ધ્યાનમાં લઈને આખરે ઓઆઈડીસી દ્વારા મોટી દમણ જેટી વિસ્તારથી લાઈટ હાઉસ સુધી પ્રોટેકશનવૉલ નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ પ્રોટેકશન વૉલ કિલ્લાના નજીકથી પસાર થતા રોડની બાજુમાંથી એટલે 15 ફુટનાં અંતરમાં પ્રોટેકશન વૉલ બનાવવામાં આવશે. એવુ નગરપાલિકાના પ્રમુખ અનિલ ટંડેલે જણાવ્યુ હતુ.

વધુમાં ટંડેલે કહ્યુ કે, પ્રોટેકશન વોલને નુકસાન ન થાય તે માટે પ્રોટેકશન વોલથી 25 ફુટનાં અંતરમાં શુ કરી શકાય તેના માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રશાસનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સ્થળ પણ નિરીક્ષણ કરવા ગયા હતા.સ્થળ પરથી તેઓએ યોજનાઓની ટેકનિકલ જાણકારી મેળવી હતી. આ પ્રોટેકશન વૉલના બાંધકામથી કિનારાની સુરક્ષા વધશે,નાગરિકોને મદદ થશે, અને જમીનનું પણ ધોવાણ અટકાવી સકાશે .આ બેઠકમાં વિકાસ આયુક્ત જે.બી.સિંગ, કલેકટર ઉમેશ ત્યાગી, દમણ દીવ સાંસદ લાલુ પટેલ, ભાજપ પ્રમુખ ગોપાલ દાદા, નગરપાલિકા પ્રમુખ અનિલ ટંડેલ, પીડબ્લ્યુડી ઇજનેર સંજીવ કુમાર અને ગોપાલ જાદવ, નગરપાલિકા સીઓ કિશન કુમાર, મત્સય અધિકારી અભિલાષા અગ્રવાલ, માછી સમાજ અગ્રણી પ્રેમાભાઈ પ્રભાકર, પ્રમોદ ટંડેલ, મહેશ ટંડેલ અને ટેકનિકલ ટીમ ઉપસ્થિત રહી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો