સેલવાસ: અથાલ ખાતે ટ્રક અડફેટે સાયકલ ચાલક યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( મૃતક ભીખુ વસિયા મુડા )
અથાલ ખાતે ટ્રક અડફેટે સાયકલ ચાલક યુવાનનું મોત
ચીરા ફળિયા નજીક રાત્રે 8 વાગ્યાના સુમારે મોરખલથી સાયકલ પર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો
સેલવાસ: દાનહમાં ભારે વાહનોની અવરજવરના કારણે અકસમાતનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ છતાં સ્થાનિક પ્રશાસન આ બાબતે ધ્યાન આપતું નથી. જેનો ભોગ રાહદારી અને બીજા બાઈક ચાલકો બનતા હોય છે.સેલવાસ નજીક અથાલ ચીરા ફળિયા ખાતે ટ્રકની અડફેટે આવતા સાયકલ ચાલક લુહારી કોચાઈના યુવાનનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ સેલવાસ નજીક અથાલ ચીરા ફળિયા નજીક રાત્રે 8 વાગ્યાના સુમારે મોરખલથી સાયકલ પર પરત ફરી રહેલા લુહારીના ભીખુ વસિયા મુડા (40) ને પૂરપાટ ઝડપે સામેથી આવી રહેલી ટ્રેક નંબર જીજે-7-યુ-5382 એ ભીખુને અડફેટે લેતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા સેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મધ્યરાત્રીએ મૃતકની ઓળખ થઇ હતી. ત્યારબાદ ઘટનાની જાણ મૃતકના પરિવારને કરાય હતી. મૃતકને 4 દીકરા અને એક દીકરી છે. મૃતક મોરખલમાં એક આંબાવાડીમાં મજૂરી કરતો હતો. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.