તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેતન પટેલે જિ.પંચાયતના પ્રમુખ તરીકે 10 વર્ષમાં શું કર્યુ: લાલુ પટેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણ: દમણદીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે મંગળવારે સાંસદના આદર્શ ગામ પરિયારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગામમાં રસ્તા ,પાણી,વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવહોવાનુંજણાયુ હતુ.તો ગ્રામજનોએ પણ આ અંગે ફરિયાદો કરી હતી. જેથી સાંસદ લાલુ પટેલે પોતાના બચાવમાં બુધવારે એક અખબારી યાદી જાહેર કરી પોતાના આદર્શ ગામ તરીકે દત્તક લેવાયેલા પરિયારી ગામમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો અને અન્ય 52 વિકાસ કાર્યોની દરખાસ્ત પ્રશાસકને કરી હોવાનો દાવો કર્યો છે.જેને લઇ વિવાદ સર્જાયો છે.
મંગળવારે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે સાંસદના આદર્શ ગામ પરિયારીની મુલાકાત લીધી હતી.જેમાં ગામમાં રસ્તા ,પાણી,વીજળીની સમસ્યા ધ્યાનપર આવી હોવાનું તેમજ ગ્રામજનોએ પણ આ સમસ્યા ઉપરાંત ગરીબ લોકો દ્વારા પોતાને રેશનીગનું અનાજ નિયમીત મળતુ ન હોવાની ફરિયાદ કરી હતી.જોકે કેતન પટેલની પરિયારી ગામની મુલાકાતથી અકળાયેલા સાંસદ લાલુ પટેલે પોતાના બચાવમાં એક અખબારી યાદી જાહેર કરી પોતે આદર્શ ગામ તરીકે દત્તક લીધેલા પરિયારી ગામમાં 52 જેટલા વિકાસ કાર્યોની દરખાસ્ત જિલ્લા પ્રશાસનને આપી હોવાનું અને તેના અમલીકરણ માટે સમયાંતરે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને કામોંની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતુ.
છેલ્લા દોઢ વર્ષમાં પરિયારી ગામમાં દમણદીવનું પહેલું સરળ સેવા કેન્દ્ર શુરૂ કર્યાનું તેમજ વાઈ ફાઈની સુવિધા, પરિયારી વારલીવાડ, નાઇલા પારડી, કોઠી ફળીયા, વેરી ફળીયા, રિવર સાઈટ, જમપોર વારલીવાડ માં સામુદાયિક હૉલ , રામકુંડ મંદિરની પ્રોટેકશન વૉલ, નઈલા પારડીના સ્મશાન ભૂમિની પ્રોટેકશન વૉલ, નઈલા પારડીમાં કોંક્રીંટ રોડ, ,60 ટકા એલઈડી બલ્બનું વિતરણ, પીવાના પાણીના દરેક વોર્ડ માં 5 હજાર લીટરની ટાંકી, જેવા અનેક વિકાસ કાર્યો કર્યા હવાના દાવો કર્યો હતો.તો પીડબલ્યુડી વિભાગના સહયોગ થી ફિલ્ટર પ્લાંટ પણ લાગવાનું કામ ચાલુ હોવાનું જણાવ્યુ છે. સરકારી વિદ્યાલય માં સ્માર્ટ કલાસ, અંગ્રેજી માધ્યમના વર્ગ પ્રારંભ કર્યો છે.અંડર ગ્રાઉન્ડ વાયરિંગ, સોલર સિસ્ટમ, રિવર ફ્રંટનો સર્વે કર્યાનું અને આગળની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો