તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં ગાજવીજ સાથે 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, ઠેર ઠેર થાંભલા તૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ: દાનહમાં શુક્રવારે મોડી રાતથી ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. 8 કલાકમા 6 ઇંચથી વધુ પવન સાથે વરસાદ પડવાને કારણે આમલી ફળિયામા આવેલ તિરૂપતિ સોસાયટીમા દીવાલ ધસી પડવાને કારણે 5ગાડીઓને નુકશાન થયુ હતુ,રખોલી ગામે આલોક ઇન્ડસ્ટ્રીઝ નજીક રસ્તા પર ઝાડ તૂટી પડવાને કારણે રસ્તો બંધ થઇ ગયો હતો.

સેલવાસ શાકભાજી માર્કેટ નજીક ઇલેક્ટ્રીકના ત્રણ થાંભલા તૂટી પડવાને કારણે શહેરમાં આખીરાત લાઈટ ડુલ રહી હતી. શાકભાજી માર્કેટમાં કેટલાકના છાપરાઓ પણ ઉડી ગયા હતા. દમણગંગા નદી કિનારે રાસ રિસોર્ટની દીવાલ અગાઉ જે પાલિકા દ્વારા પીવાના પાણી માટેની લાઈન લઇ જવા માટે ખોદકામ કરવાને કારણે નબળી થઇ ગયી હતી જેથી આ દીવાલ પણ ધસી પડી હતી. નક્ષત્ર વન નજીક સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો પાણી ભરાઈ જવાને કારણે બંધ થઇ ગયો હતો. એસટી ડેપોમાં પણ એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


અન્ય સમાચારો પણ છે...