તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharuch News Virar Shuttle Canceled Between Bharuch And Surat Stations On Sunday 021004

વિરાર શટલ રવિવારે ભરૂચ અને સુરત સ્ટેશન વચ્ચે રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચથી બપોરે ઉપડતી વિરાર શટલ બે મહિના સુધી રવિવારના રોજ ભરૂચના બદલે સુરતથી વિરાર જવા રવાના થશે. ભરૂચ અને સુરત વચ્ચે બ્લોકના કારણે રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે.

ભરૂચથી બપોરે 2 વાગ્યે વિરાર શટલ રવાના થાય છે. આ ટ્રેનના સંચાલનમાં બે મહિના માટે ફેરફાર કરવામાં આવ્યો છે. વિરાર શટલ દર રવિવારે બપોરે 2 વાગ્યે ભરૂચથી ઉપડશે નહિ અને તે સુરતથી જ વિરાર જવા માટે રવાના થશે. ભરૂચ અને સુરત વચ્ચે બ્લોકના કારણે અા નિર્ણય લેવામાં આવ્યો છે. વિરાર શટલ સવારે 11 વાગ્યે વિરારથી ભરૂચ આવે છે. રવિવારના દિવસે જ ટ્રેનને ભરૂચ અને સુરત વચ્ચે રદ કરવામાં આવી હોવાથી મુસાફરોને ખાસ કોઇ તકલીફ પડશે નહિ. રવિવાર સિવાયના દિવસોએ વિરાર શટલ તેના નિયત સમય પ્રમાણે ભરૂચથી વિરાર તરફ જવા રવાના થશે અને નિયત સમય પ્રમાણે વિરારથી ભરૂચ ખાતે આવશે.

અન્ય સમાચારો પણ છે...