તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાની શાળાઓમાં વાલીઓની બેઠકનું નિયમિત આયોજન કરવા તાકીદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાની તરોપા અને નિકોલી ગામની શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની ગેરહાજરી જણાતા ડીડીઓએ શાળાઓમાં વાલીઓની બેઠક નિયમિત બોલાવવા તાકીદ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની તરોપા પ્રાથમિક શાળાની આ મુલાકાત દરમિયાન શાળામાં ધો- 3 થી 8 ના નોંધાયેલા 151 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓ તેમજ નિકોલી પ્રાથમિક શાળામાં નોંધાયેલા ૧૨૪ વિદ્યાર્થીઓ પૈકી- 3 ગેરહાજર-અનિયમિત જણાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે જીવંત સંપર્ક જાળવી રાખવા અને શૈક્ષણિક જાગૃત્તિ માટે શાળા સંચાલન સમિતી સાથે વાલી બેઠકનું સમયાંતરે આયોજન થાય તેવા સુચનો તેમણે કર્યાં હતાં. વધુમાં તેમણે જે બાળકો અધ્યયન નિસ્પત્તિઓમાં (લર્નીંગ આઉટકમમાં) કચાસ ધરાવતા હોય તેની તાત્કાલિક ઉપચારાત્મક કામગીરી હાથ ધરી આવા બાળકો મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો હાથ ધરવા સુચના આપી હતી. શાળામાં Epen મોબાઇલ એપનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમની સાથે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનકુમાર શાહ અને ભૂછાડના સી.આર.સી. કો. કલમભાઇ વસાવા જોડાયાં હતાં.

નર્મદાના ડીડીઅોઅે નિકોલી અને તરોપા ગામની શાળાઅોની અાકસ્મિક મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...