તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપારડી નજીક પોંક ખાવા પ્રવાસીઓનો ધસારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સ્થાનિક લોકો માટે રોજગારીની તક ઉભી થઇ છે. રાજપારડી ઝઘડીયા વચ્ચેના સિમધરા ગામ તેમજ ખડોલી ગામ પાસે સ્ટેટ હાઇવે પર પોંકની હાટડીઓ પર પ્રવાસીઓ 400 રૂપિયે કિલોના ભાવથી વેંચાતો પોંક આરોગી તેમની સફરને યાદગાર બનાવી રહયાં છે.

લાગતા કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જતા પ્રવાસીઓ તેમજ પોઇચા ખાતેના નિલકંઠ ધામ મંદિરે જતા પ્રવાસીઓ વાનીની જુવારના પોંકના સ્વાદની લીજ્જત માણી રહ્યા છે. ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારોમાં કેટલાક ખેડૂતો પોતાના ખેતરોમાં વાની તરીકે અોળખાતી જુવારનુ વાવેતર કરે છે. જુવારના બીજનુ વાવેતર છેલ્લા વરસાદ બાદ કરવામાં આવે છે. છેલ્લા વરસાદના ભેજથી જુવારના બીજ ફુટી નીકળે છે. ડિસેમ્બરમાં જુવારના ડુંડા પરિપક્વ બનતા લણણી કરવામાં આવે છે આ જુવારમાં કોઇ રાસાયણીક ખાતરનો કોઇ ઉપયોગ કરાતો નથી જેથી જુવારમાં કુદરતી મિઠાસ આવતી હોઇ છે તેમજ દાણા મુલાયમ રહેતા પોંક બનાવાય છે.ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનુ વાતાવરણ સારૂ રહેતા પોંક વેચાણના સેન્ટરો હજુ ધમધમી રહ્યાછે સુરતી ફરસાણની તીખી સેવ અને વાનીની જુવારના પોંક સાથે સ્ટેટ હાઇવે પરથી પસાર થતા પ્રવાસીઓ પોંકના સ્વાદની મઝા માણી રહ્યા છે. દક્ષિણ ગુજરાત તરફ પોંકની કિંમત વધુ હોઇ અત્રે મળતા 400 રૂપિયે કીલોના પોંકની માંગ વધુ રહે છે.પોંકનુ વેચાણ સારૂ રહેતા પોંકનુ વેચાણકર્તા તેમજ જુવારનુ વાવેતર કરતા ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી રહી છે.

ઝઘડીયા અને રાજપારડી વચ્ચે સ્ટેટ હાઇવે પર પોંકનું વેચાણ કરી સ્થાનિકો રોજગારી મેળવી રહ્યાં છે. ફારૂક ખત્રી

અન્ય સમાચારો પણ છે...