તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના ટુર સંચાલકે અંકલેશ્વરના પરિવારને છેતર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના ટુર સંચાલકે અંકલેશ્વરના પરિવારને છેતરીયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નયા ભારત હોલીડેજના સંચાલક સામે શહેર પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે.

અંકલેશ્વરના ગંગાજમના સોસાયટી સંજયભાઈ હોટલવાલાએ દિવાળીના વેકેશન દરમિયાન પરિવાર સાથે પ્રવાસ જવા માટે અમદાવાદ સચિન ટાવર આનંદનગર ખાતેના નયા ભારત હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. નૈનિતાલનું પ્રવાસ પેકેજનું બુકીંગ કરાવ્યું હતું જે મુજબ જરૂરી નાણાં ભરપાય કર્યા હતા. અને પ્રવાસ ગયા હતા. જ્યાં પેકેજ માં રહેલ હોટલ તેમજ ટ્રાવેલ્સ વ્યવસ્થા અને જરૂરી સગવડો ના પુરી પાડી હતી. અને તેના પણ રૂપિયા સંજયભાઈએ ભરપાય કર્યા હતા. વારંવાર ટુર સંચાલક કલ્પેશભાઈ બાબુભાઇ પનારાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ રૂપિયા પરત આપવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ટુર પૂર્ણ થયા બાદ નાણાં પરત આપવાનું તો સુધ્ધાં દૂર રહ્યું પરંતુ ઉડાવ જવાબ આપી ગલ્લા ટલ્લા કર્યા કરતા અંતે સંજયભાઈ હોટલવાળા દ્વારા શહેર પોલીસ મથકે નયા ભારત હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સ અને તેના સંચાલક કલ્પેશ પનારા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે 1.70 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...