તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharuch News The Municipality Completed The Repair Of The Leakage After Five Hours Of Struggle 021222

નગર પાલિકાએ પાંચ કલાકની જહેમત બાદ લીકેજની મરામત પૂરી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં શાકમાર્કેટની સામે પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.જેસીબીથી ખોદકામ વેળા ઘટના બની હતી.

શહેરના શક્તિનાથ વિસ્ત્તારમાં પાલિકાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર વેડફાટ થયો હતો. લીકેજની જાણ થતાંજ પાલિકાના વોટરવર્કસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગયાં હતા. લિકેજના સ્થળે જેસીબીથી ખાડો ખોદાવી મરામતની કામગીરી શરૂ કરાવી હતી. માટી તેમજ લિકેજના પાણીના કારણે કાદવ કિચડ સર્જાયું હતુ. અંદાજે પાંચ કલાકની ભારે જહેમત બાદ કામદારોએ લીકેજનું મરામત કરી દેતાં બાદમાં પીવાનું પાણી છોડવામાં આવ્યું હતુ. જોકે લીકજના સ્થળે માટી પુરાણ કરાયું ન હતુ. પાણી શરૂ થયાં બાદ ફરીથી લિકેજમાં પુન: લિકેજ થવાની તેમજ આસપાસમાં અન્ય એક લિકેજ થવાની શક્યતાઓ હોય છે. જેના કારણે હાલમાં પુરાણ કરાયું ન હોવાથી માટી રોડ પર જ હોવાથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે કનડગત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...