તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News The Banker Who Took Away 28000 Of The Bank39s Bank Accounts Was Arrested 020719

યુવાનના બેંક ખાતામાંથી 28 હજારના ઉપાડી લેનાર ભેજાબાજ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના યુવાનને વિશ્વાસમાં લઇ તેનો એ.ટી.એમ પાસવર્ડ મેળવી 28 હજાર ઉપરાંતની મત્તા ટ્રાન્સફર કરી લીધી હોવાનો સાઇબર ક્રાઇમનો ગુનો 3 દિવસ પહેલા શહેર પોલીસ મથકે નોંધાયો હતો જેને ગણતરીના દિવસો ભરૂચ એલસીબી પોલીસે ઉકેલાતા ભેજાબાજને ઝડપી પડ્યો હતો.

બનાવની વિગતો અનુસાર રામસીંગભાઈનો પિન નંબર મેળવી મોહન રામદાસ પનીકા નામના ઈસમે વિશ્વાસ કેળવી તેમને ભરોસો આપ્યો હતો અને ભરોસો કેળવ્યા બાદ તેમનો એટીએમ પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ તેમના એકાઉન્ટ માંથી બરોબર 28705 રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ...અનુસંધાન પાના નં.2

બનાવ સંદર્ભે રામસીંગભાઈ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જે અંગે એલસીબી પોલીસના સાઇબર સેલ દ્વારા તપાસ કરતા પોલીસે દમણ ખાતે મોહન પનીકા હોવાની માહિતી મળતા ટીમ મોકલી તેને દમણથી ઝડપી પાડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના રહીશ અને દમણ ખાતે રહેતા ભેજાબાજે રામસીંગના બેંક એકાઉન્ટ માંથી પેયથના વોલેટ વડે રૂપિયા ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ ભેજાબાજને શહેર પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...