તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharuch News The Arrest Of A Woman Two Consumer Who Ran A Piece Of Land In Bharuch39s Baranpura 020704

ભરૂચના બરાનપુરામાં કૂટણખાનું ચલાવતી મહિલા-બે ગ્રાહકની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારમાં એક મહિલા કુટણખાનું ચલાવતી હોવાની નનામી અરજીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે રેડ પાડતાં કુટણખાનું ચલાવતી વિધવા મહિલા તેમજ બે ગ્રાહકને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ઉપરાંત ત્રણ પરીણિત મહિલાઓને પણ પકડી તેમની પુછપરછ હાથ ધરી છે. હાલમાં પોલીસે કુટણખાનું ચલાવતી મહિલા તેમજ બે ગ્રાહકો વિરૂદ્ધ ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

બનાવની મળતી પ્રાથમિક વિગત મુજબ, ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા તેના ઘરમાં કુટણખાનું ચલાવતી હોવાની ચોક્કસ બાતમી સહિતની નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. અરજીની ગંભીરતાને ધ્યાનમાં લઇને પોલીસની ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં કુટણખાનું ચલાવતી વિધવા મહિલા ઝડપાઇ ગઇ હતી. ઉપરાંત બે ગ્રાહકો

...અનુસંધાન પાના નં.2

હિતેશ પ્રભુ સોની તેમજ બળદેવ શિવરામ જોષી (બન્ને રહે. દહેજ) પણ કઢંગી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયાં હતાં. પોલીસ સ્થળ પરથી ત્રણ અન્ય પરીણિત મહિલાઓની પણ અટકાયત કરી તેમની પુછપરછ શરૂ કરી છે.ઉપરાંત પોલીસ સ્થળ પરથી 6 હજારની મત્તાના 3 મોબાઇલ, 3 હજાર રૂપિયા રોકડા તેમજ એક ફ્રન્ટી કાર કબજે કરી હતી. હાલના તબક્કે ઘટનાને પગલે પોલીસે કુટણખાનુ ચલાવતી મહિલા તેમજ ગ્રાહક તરીકે આવેલાં બન્ને યુવાનો વિરૂદ્ધ ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...