તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરકોદ્રા-કાપોદ્રા રોડ પર શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર ભરકોદ્રા-કાપોદ્રા રોડ પરથી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જીઆઇડીસી પોલીસે 2.38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ આરંભી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ દ્વારા મિલકત સંબંધિત ગુના સંદર્ભે ભરકોદ્રા-કાપોદ્રા રોડ નોબલ માર્કેટ અને રીગલ માર્કેટ પેટ્રોલિગમાં હતા તે દરમિયાન જી.જે.06.એ.ઝેડ.2970 નંબરનો ભંગાર ભરી જતો ટેમ્પો અટકાવી ટેમ્પા ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માગતા તે ગલ્લા-ટલ્લા કરવા લાગ્યો હતો પ્રાથમિક ચોરીનો ભંગાર હોવાની આશંકા સાથે પોલીસે 3430 કિગ્રા ભંગારનો જથ્થો કિંમત રૂપિયા 38.800 રૂપિયા તેમજ 2 લાખ રૂપિયાનો આઇસર ટેમ્પો મળી 2.38.800 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ટેમ્પા ચાલક સુલતાન મઝીબુલ્લા શાહની ધરપકડ કરી તેની પૂછપરછ આરંભી હતી.

પોલીસે ઝડપી પાડેલ ભંગાર ભરેલો ટેમ્પો નજરે પડે છે. તસ્વીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...