તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરાઠામાં ગોચરની જમીન પર દબાણથી ઘાસચારાની તંગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાંઠા ગામની 500 એકર ગૌચરની જમીનો પર ખેડૂતોએ દબાણ કરી દેતાં ગામમાં 2000 થી વધુ પશુ ધન માટે ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે. ગામના જાગૃત નાગરિક છ વર્ષથી મુખ્યમંત્રીથી લઇ તમામ કચેરીમાં રજૂઆત કરી ચુકયાં છે પણ કોઇ પરિણામ નહિ આવતાં હવે તેમણે આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.

ગામના નાગરિક નારણ વસાવાના જણાવ્યાં અનુસાર કરાંઠા ગામે જમીન દબાણનું મોટું કૌભાંડ છે.ગ્રામ પંચાયતની 800 એકર ગૌચરની જમીનોમાંથી 500 એકરથી વધુ જમીનોમાં સ્થાનિક ખેડૂતો ખેતી કરવા લાગ્યા છે. જેના કારણે ગામના 2,000થી વધારે પશુઓ માટે ઘાસચારો શોધવો મુશ્કેલ બન્યો છે.

ગામની 800 એકર જમીનો પર ગામના ખેડૂતોએ જ દબાણો કર્યા છે. હવે જે ખાડા ટેકરા વાળી જમીનો છે એજ બાકી છે નહી તો એ પણ ના બચી હોત. ગ્રામપંચાયત જણાતી હોવા છતાં કોઈ પગલાં ના ભરી આંખ આડા કાન કરે છે.

જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગ્રામ પંચાયત પાસે ખુલાસો પૂછ્યો ત્યારે ગોળ ગોળ જવાબો આપી દીધા પણ જિલ્લા કલેક્ટર જાતે આ દબાણો દૂર કરાવે એવી માંગ છે. અને જ્યાં સુધી આ દબાણો નહિ હટે ત્યાં સુધી ઝંપીશ નહિ. જો 15 દિવસ પછી કોઈ નિરાકરણ નહિ આવે તો જિલ્લા કલેક્ટર કચેરી પર આમરણાંત ઉપવાસ પર ઉતરીશ.

અન્ય સમાચારો પણ છે...