તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Rajpipla Nursing School Principal Was Finally Removed From The Post 034513

રાજપીપળા નર્સિંગ સ્કૂલના આચાર્યને આખરે હોદ્દા પરથી હટાવામાં આવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાની નર્સિંગ સ્કુલમાં ઇન્ચાર્જ આચાર્ય સામે વ્યાપક ફરિયાદો બાદ આરોગ્ય વિભાગે એકશનમાં આવી તેમને હોદ્દા પરથી હટાવી લીધાં છે. સ્કુલમાં ચાર મહિનાથી શિક્ષણકાર્ય ઠપ થઇ જતાં 100થી વધારે છાત્રોના ભાવિ અંધકારમય બની ગયાં છે.

નર્મદાના જીતનગર ગામે આવેલ નર્સિંગ સ્કૂલ ખાતે GNM અને ANM બંનેના મળી 100 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. સ્ટાફની ઘટ હોવાથી તેમને 4 મહિનાઓથી ભણાવવામાં આવ્યું નથી. તેઓ માત્ર મોટા ચોપડા લઈને બેસી રહેે છે અને એક પણ પ્રેક્ટિકલ થયું નથી.સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત ધારાસભ્ય પી.ડી. વસાવાએ લીધી હતી.

તેમણે સિવિલ સર્જન સંગીત પરીખને પણ રજુઆત કરતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ આચાર્ય રસિક નાઈ સામે વિરુદ્ધ ઘણી ફરિયાદો કરી હતી .આચાર્યનો ચાર્જ રસિક નાઈ પાસેથી લઈ ને રુકમનીબેન વસાવાને ચાર્જ સોંપવાનો હુકમ આરોગ્ય વિભાગમાંથી કરવામાં આવ્યો છે. આચાર્ય બદલાય જતાં હવે વિદ્યાર્થીઓમાં નવી આશાનો સંચાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...