તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Rajpipla Manages The Teenager39s Molestation Publicly In Rajpipla 032704

રાજપીપળામાં સગીરાની છેડતી કરનાર યુવાનની જાહેરમાં સરભરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાની શાળામાં ભણતી સગીરા પાસે યુવાન અનૈતિક માંગણીઓ કરી પરેશાન કરતો હતો. યુવાનના ત્રાસથી કંટાળેલી સગીરાએ ઘરમાં જાણ કરતાં નિર્ભયા સ્કવોર્ડની મદદ લેવામાં આવી હતી. આ યુવાનને લાલ ટાવર વિસ્તારમાંથી ઝડપી પાડી જાહેરમાં ઉઠબેસ કરાવવામાં આવી હતી.

નિર્ભયા સ્કવોર્ડ પીએસઆઈ કે.કે.પાઠક, એસ.ડી.પટેલ સહીત સમગ્ર ટીમ વિવિધ સ્થળો પર ચેકીંગ કરતી હતી. ત્યારે રાજપીપલાની એક શાળામાં અભ્યાસ માટે જતી સગીર વયની વિદ્યાર્થીનીની છેડતી કરતાં યુવાનને ઝડપી પાડયો હતો. આ યુવક સગીરા પાસે અવારનવાર અનૈતિક માંગણી કરી જાહેર રોડ પર છેડતી કરતો હતો.

જેથી સગીરાના વાલીઓએ નિર્ભયા સ્કવોર્ડને ફરિયાદ કરતા લાલ ટાવર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં સતીષ વસાવાને નિર્ભયા સ્કવોર્ડ ઝડપી પાડ્યો હતો. જાહેર સ્થળ પર જ આ યુવાન ફરી કોઈ આવો ગુનો ન કરે ને માટે ઉઠબેસ કરાવી હતી.

આ યુવાનને રાજપીપલા પોલીસ સ્ટેશન લઈ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવાન દ્વારા આજીજી કરતા યુવાનનું ભાવિ ના બગડે એ માટે તેની પાસે માફી પત્ર લખાવી છોડી મુકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...