તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bharuch News Police Arrested Two Bootlagers Who Sold Foreigner On A Bullet In Bharuch 021211

ભરૂચમાં બુલેટ પર વિદેશીદારૂ વેચતાં બે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના આલી વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસે બુલેટ પર વિદેશીદારૂનો વેપલો કરતાં બે બુટલેગરને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી એક મોબાઇલ તેમજ 7 હજારની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો તેમજ બુલેટ મળી કુલ 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના આલી હરીજન વાસ વિસ્તારમાં રહેતો પંકજ ઉર્ફે સલમાન પ્રવિણ સોલંકી તેમજ

...અનુસંધાન પાના નં.2

મિતેશ ભુપેન્દ્ર સોલંકી બન્ને તેમની રોયલ એનફિલ્ડ બુલેટ પર વિદેશીદારૂનો વેપલો કરે છે. જેના પગલે પોલીસે આલી વિસ્તારમાં વોચ ગોઠવી બન્નેને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી 5 હજાર ઉપરાંતનો વિદેશીદારૂ તેમજ 2 હજારની મત્તાનો બિયરનો જથ્થો તથ 1.25 લાખની બુલેટ અને એક મોબાઇલ સહિત કુલ 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...