તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપલા રોડ પર 2 લાકડાના ગોડાઉનમાં રાત્રીના ભીષણ આગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ 2 લાકડા ગોડાઉનમાં રાત્રીના ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. દોઢ કલાકની જહેમતે 4 જેટલા લાયબંબાની મદદ થી આગ પર કાબુ મેળવ્યો હતો. એક સાથે 2 સ્થળે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. કોઈ જાનહાની સર્જાય ના હતી.

અંકલેશ્વર રાજપીપલા રોડ પર શાંતિ નગર સામે ગરીબમુલ્લા શેખના ખુલ્લા ગોડાઉનમાં સંગ્રહ કરેલ લાકડાના જથ્થામાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ ગરીબમુલ્લાને થતા તેઓ દોડી આવ્યા હતા જો કે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવ સંદર્ભે તાત્કાલીક ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા 4 જેટલા ફાયર બ્રિગેડના બમ્બા સાથે ટિમો દોડી આવી હતી. અને દોઢ કલાક ઉપરાંતની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટના બાદ નજીક સારંગપુર પાસે ના લાકડાના ગોડાઉનમાં પણ ગણતરીના કલાકો આગ લાગી હતી. બને સ્થળે ડીપીએમસીની ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાય ના હતી. આગ કયા કારણસર લાગી તેનું કારણ અંકબંધ રહ્યું હતું. પરંતુ સ્થાનિકો દ્વારા એક સાથે બે સ્થળો પર આગ લાગતા કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...