તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલોવોકાથોનમાં 1,200થી વધુ નાગરિકો જોડાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર બાઇસીકલ કલબના ઉપક્રમે ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતેથી સાઇકલોવોકાથોનનું આયોજન કરાતાં તેમાં 1,200થી વધારે નાગરિકો જોડાયાં હતાં.

સાઇકલોવોકાથોનનું આયોજનનો મુખ્ય ઉદ્શ લોકોમાં સાઇકલનો ઉપયોગ વધે,સેવ એનર્જી અને ગ્લોબીંગ વોર્મીંગની અસરો વચ્ચે પર્યાવરણની જાળવણી અંગે સંદેશો ફેલાવવાનો છે. કાર્યક્રમમાં ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમા એ.બી.સીના જે ચાર સભ્યો કિરણભાઇ મોદી, મોહમ્મદ જાદલીવાલા,હિરેન પ્રજાપતિ, અને ધુવ્ર પટેલ કે જેઓએ ૧૮૨ કી.મી. યુનીટી રાઇડમાં ભાગ લઇ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી તેઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, કલેકટર રવિકુમાર અરોરા, એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સંસ્થાના નરેશ પુજા રા,એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલ, એન.કે. નાવડીયા, સહીત જીઆઇડીસીના આગેવાન ઉધોગપતિઓ, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ સહિત વડીલો યુવાનો, શાળાના બાળકો હાજર રહ્યાં હતાં.

તસ્વીર સાઈક્લથોનને ઝંડી બતાવી રવાના કરતા મહાનુભાવો અને બીજી તસ્વીરમાં સાઇકલ વીરો નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...