તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબોસથી LCBએ 72,000નો દારૂ ઝડપ્યો : બે વોન્ટેડ જાહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકામાં આવેલાં આંબોસ ગામે શેરડીના ખેતરમાં સંતાડેલો રૂપિયા 72 હજારનો વિદેશીદારૂ ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. મામલામા઼ એલસીબીએ દારૂનો જથ્થો સંતાડનાર તેમજ મુખ્ય બુટલેગર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કરી ઝઘડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મહાનિર્દેશક અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર ડિવિઝનમાં પ્રોબિશન ડ્રાઈવેમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઝગડીયા તાલુકાના ધારોલી ગામનો દયારામ ઉર્ફે દેવો દલપત વસાવા ...અનુસંધાન પાના નં.2

આંબોસ ગામની સીમના શેરડીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે, એલસીબી ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા વિદેશી દારૂનો અધધ જથ્થો મળી આવ્યો હતો, આંબોસ ગામના શૈલેષ જસુભાઈ ના ખેતરમાં દયારામ ઉર્ફે દેવા એ આ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો, ૧૮૦ એમ એલ ની કૂલ ૭૨૦ નંગ બોટલ જપ્ત કરી હતી જેની કૂલ કિંમત ૭૨૦૦૦ જેટલી થયો છે, એલસીબી દ્વારા ધારોલી ગામના દયારામ ઉર્ફે દેવો દલપત વસાવા વિરૃદ્ધ ઝગડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...