• Valia latest valia news 035715

વાલીયા APMCમાં શેષ ફી ભર્યા વિના જતો ટેમ્પો ઝડપાયો

Valia - latest valia news 035715

DivyaBhaskar News Network

Nov 11, 2018, 03:57 AM IST
વાલીયા એપીએમસીએ શેષ ફી ભર્યા વગર કપાસ ભરીને જતા ટેમ્પાને ઝડપી પાડી તેના માલિકને 10 ગણો દંડ ફટકાર્યો છે. કરસાડ ગામના ખેડૂતની પાસેથી કપાસની ખરીદી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

દિવાળીના તહેવારમાં ખેડૂતો હાલ કપાસ વેચી તહેવાર ઉજવવાની તૈયારી કરી રહ્યા છે .જેમાં વાલીયા તાલુકાના કરસાડ ગામના એક ખેડૂતને ત્યાંથી હિંગલ્લા ગામના દાઉદભાઈ મોહમ્મદભાઈ સુલેમાન કપાસના વેપારીએ તેનો ટેમ્પોમાં 20 કવીંટલ કપાસ ભરી વેચાણ કરવા લઈ જતા હતાં.વેપારીએ એ.પી.એમ.સી. વાલિયામાં કોઈપણ જાતની નોંધણી કે માર્કેટ ફી ભરેલ ન હોવાનું જણાયું હતું. એપીએમસી વાલિયાના ઈન્સ્પેક્ટર યુવરાજસિહ ગોહીલએ ટેમ્પો જપ્ત કરી બજાજ ધારા નિયમ અનુસાર 20 કવીંટલ કપાસની શેષ ફીની 5 ગણી રકમ આશરે છ હજાર જેટલી માર્કેટ ફી વસૂલ કરાઈ હતી.

X
Valia - latest valia news 035715
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી