તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયાના ખડોલી પાસે કારની ટક્કરે સગર્ભાના મોત બાદ લોકોનો ચક્કાજામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયાના જાંબોઇ ગામે સાસરીમાંથી ગર્ભવતી પત્નીને લઇને પરત રાણીપુરા જઇ રહેલા પતિની બાઇકને ખડોલી ગામ પાસે કારચાલકે ટકકર મારી હતી. અકસ્માતમાં ગર્ભવતી પત્નીનું મોત થયાં બાદ રોષે ભરાયેલા ગામલોકોએ રસ્તા પર આડાશ મુકી ચકકાજામ કરી દીધો હતો. 20 મિનિટ સુધી ઝઘડીયા અને રાજપારડી વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. સ્થાનિકોએ બેફામ રીતે દોડતા વાહનોને અંકુશમાં લેવા માટે સ્પીડબ્રેકર બનાવવાની માંગ કરી હતી. પોલીસની ટીમે દોડી આવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા પોઇચા સ્વામીનારાયણ મંદિરના કારણે અંકલેશ્વર- રાજપીપળા રોડ પર વાહનોની સંખ્યામાં વધારો થતાં અકસ્માતો પણ વધ્યાં છે. બેફામ દોડતા વાહનો નાના વાહનચાલકોનો ભોગ લઇ રહયાં છે. આવા જ એક અકસ્માતમાં પુરપાટ જતી કારે દંપતિની બાઇકને ટકકર મારતાં ગર્ભવતી પત્નીનું મોત નીપજયું હતું. પોલીસ સુત્રિય માહિતી મુજબ રાણીપુરા ગામના સુનિલ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...