તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News In Rajpipla The Streetlights Are Not Closed For 4 Days After The Municipal Corporation Has Not Made The Suspension 034728

રાજપીપળામાં પાલિકાએ વીજબિલ નહીં ભરતાં 4 દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા નગરપાલિકાએ વીજકંપનીનું 7.33 કરોડનું બિલ નહિ ભરાતાં સ્ટ્રીટલાઇટના જોડાણ કાપી નાંખવામાં આવ્યાં છે. ચાર દિવસથી લાઇટો બંધ રહેતાં અસામાજીક તત્વોને છુટો દોર મળી રહયો છે. પાલિકાએ બાકી પડતી રકમમાંથી માત્ર 1.75 લાખની જ ચુકવણી કરતાં આગામી દિવસોમાં વોટર વર્કસ વિભાગના જોડાણો કપાય તેવી શકયતા છે. દર મહિને 18 ટકા લેટ ચાર્જ લાગતો હોવા છતાં બિલ ભરવામાં પાલિકાના ભાજપી સત્તાધીશો બેફીકર જણાય રહયાં છે.

નર્મદા જિલ્લાની એક માત્ર ભાજપા શાસિત રાજપીપલા નગરપાલિકા હાલ દેવામાં જતી રહેતા માત્ર વિજ કંપનીનું જ 7.33 કરોડનું લ્હેણુ નીકળતા છેલ્લા 4 દિવસથી વિજકંપનીએનગરપાલીકાનું સ્ટ્રીટલાઈટનું વિજ કનેકશન કાપી નાખ્યુ છે. બાકી વસુલાત માટે વડી કચેરીની મંજૂરી મેળવી વોટર વર્ક ના કનેક્શન પણ કાપવાની તૈયારી શરૂ કરી છે. 7.33 કરોડની બાકી રકમ સામે પાલિકાએ માત્ર 1.75 લાખની રકમ ભરપાય કરી છે.તો બીજી તરફ પાલિકા પ્રમુખ જિગીષા ભટ્ટે ઘટના માટે પોતાનો બચાવ કરી આગળના વહીવટકર્તાઓ સામે આંગળી ચિંધી છે. તેમણે જણાવ્યું હતું કે, ,મારા શાસનમાં તો રેગ્યુલર બિલ ભરી દેવાય છે પરંતુ આગળના સમયનું બિલ બાકી પડે છે.અને શહેરી વિકાસ વિભાગ દ્રારા દર મહિને એડવાન્સ 4.50 લાખ ગ્રાન્ટ વિજબીલ પેટે કાપી લેવાય છે. આ રકમ પાલિકાના સરકારમાં 4.29 કરોડ જેટલી જમા પડી છે.જે બાબતે સરકારનું ધ્યાન દોરાયું છે. પાલિકા પ્રમુખ ભલે પોતાનો બચાવ કરતાં હોય પણ ચાર દિવસથી શહેરની લાઇટો બંધ છે. શિયાળામાં તસ્કરોનો ત્રાસ રહેતો હોય છે તેવામાં અંધારપટથી તેમને મોકળુ મેદાન મળી રહયું છે. નગરપાલિકાનું દર મહિને 6 લાખ બિલ આવે છે અને તેમાં પણ બાકી રકમમાં 18 ટકા લેટ ચાર્જ લાગતો હોવા છતાં પાલિકા સત્તાધીશો બેફીકર જણાય રહયાં છે.

આગામી દિવસોમાં વોટરવર્ક્સ વિભાગના વીજજોડાણો પણ કપાશે
રાજપીપળા નગરપાલિકાએ વીજબીલની રકમ ભરપાઇ ન કરતાં સ્ટ્રીટલાઇટના જોડાણ કાપી નંખાયા છે. -પ્રવિણ પટવારી

દર મહિને 18 ટકા લેટ ચાર્જ ચઢતો હોવા છતાં સત્તાધીશો બેફીકર
ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે
રાજપીપલા નગરમાં છેલ્લા 4 દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે રાજપીપલાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રાત્રીના સમયે અંધકારને કારણે કૂતરા અને અન્ય પશુઓની હેરાનગતિ વધી ગઈ છે. તો બીજી બાજુ રાત્રીના સમયે પ્રજાનું બહાર નીકળવું મુશ્કેલ બની જતા પાલીકા સત્તાધીશો સામે આક્રોશ ઉગ્ર બન્યો છે. જો વહેલા લાઈટો નહિ આવે તો ચોરી નું પ્રમાણ વધી જશે. પ્રકાશ માછી, અગ્રણી

અન્ય સમાચારો પણ છે...