તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Garudeshwar Taluka Of Narmada District Will Be Declared Plastic Free For Tourists 034732

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાને પ્રવાસીઓ માટે પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ગરુડેશ્વર તાલુકામાં આવતાં પ્રવાસીઓની સંખ્યા વધી છે ત્યારે પ્લાસ્ટીકનો કચરો પણ વધી ગયો હોવાથી તાલુકાને પ્લાસ્ટીક મુકત જાહેર કરાશે. લોકો ખરીદી માટે કાપડ કે કાગળમાંથી બનેલી બેગનો વપરાશ કરે સહિતની બાબતો પર ભાર મુકાશે.

તાલુકાને પ્લાસ્ટીક મુકત બનાવવાના અભિયાનમાં પ્રારંભિક કામગીરી અને વ્યુહ રચના અપનાવી જિલ્લાનાં લક્ષ્યને પાર પાડવામાં આવશે. જે અંતર્ગત પ્રવાસીઓ માટે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ તેમજ વેબસાઇટ, ટીકીટો અને હોર્ડીંગ્સ અને ફલેક્ષ બેનર થકી તેની જાણ કરવામાં આવી હતી.

પ્રવાસન સ્થળો પરની દુકાનદારોને પ્લાસ્ટીકની થેલી વેચવા પર પ્રતિબંધ અને તેના અવેજમાં પેપર બેગ અને કાપડની બેગનો જ ઉપયોગ કરવો, મોટા ગામોમાં પ્લાસ્ટીક બેગનો ઉપયોગ ન કરવા સ્થાનિક કક્ષાએ દુકાનદારોએ સુચના આપવામાં આવશે. નાના ગામોમાં સ્થાનિક લોકો દુકાને વસ્તુ ખરીદવા જાય તો સાથે કાપડની બેગ સાથે રાખે. સ્થાનિક સખીમંડળો દ્વારા કાપડ અને પેપર બેગ બનાવી જરૂરિયાત મુજબ જે તે દુકાનદારને પુરી પાડવામાં આવશે.

સખીમંડળોએ બનાવેલ બેગોને વેચાણ કરવા માટે ગરૂડેશ્વર ખાતે જગ્યા ફાળવવામાં આવનાર છે. સ્થાનિક વહિવટીંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...