તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jhagadia News Gammadev39s Vivekananda Rural Technical Center Organized A Snehalilan 025057

ગુમાનદેવના વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિકી કેન્દ્રમાં સ્નેહમિલન સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે ચાલતી વિવેકાનંદ ગ્રામીણ ટેકનીક કેન્દ્રના ૩૨મી બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તથા સ્વામી વિવેકાનંદ 156 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના પ્રસંગે તેમના જીવનના પ્રસંગોને શાબ્દિક તથા નાટક રૂપે તાલીમાર્થીઓ દ્વારા રજુ કરાયાં હતાં. સેવા રૂરલ સંચાલિત વિવેકાનંદ ગ્રામીણ ટેકનીક કેન્દ્ર ગુમાનદેવ છેલ્લાં ૩૨ વર્ષથી આદિવાસી ગરીબ અર્ધ શિક્ષિત યુવકોને ટેકનિકલ તાલીમ દ્વારા રોજગારી અને સ્વરોજગારીની તકો પુરી પાડી રહ્યું છે. સ્નેહમિલન સમારંભમાં 32મી બેચના તાલીમાર્થીઓ તેમના પરિવાર સાથે હાજર રહયાં હતાં. આ પ્રસંગે સંસ્થા દ્વારા નવા શરૂ કરવામાં આવેલા ઓટોમેશન ટ્રેડનું ઉદ્ઘાટન બેકસ ઈ કંપનીના સિનિયર જનરલ મેનેજર એસ મુરલીક્રિષ્ના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગુમાનદેવ ખાતે ચાલતી વિવેકાનંદ ગ્રામીણ ટેકનીક કેન્દ્રના ૩૨મી બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. -મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...