તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Four Fugitives Were Shot In Bandarpura In Tilakwad Two Fugitives 032206

તિલકવાડાના બંદરપુરામાં જુગાર રમતાં 4 ઝડપાયાં : બે ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં 4 જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે 2 નાસી છુટ્યાં હતાં. પોલીસે રૂા. 20 હજાર રોકડા તેમજ બે મોબાઇલ મળી 22 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તિલકવાડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને જાણ થઇ હતી કે, બંદરપુરા ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે કેટલાંક શખ્સો જુગાર રમે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં સુરેશ ચુનિલાલ ભીલ, રવિદાસ નટુ ભીલ, નરેન્દ્ર બચુ ભીલ તેમજ બાબુ જમનાદાસ ભીલને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે મીયાદઅલી મહંમદઅલી સૈયદ તેમજ યુસુફખાન ત્યાંથી નાસી છુટ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 20 હજાર તેમજ બે મોબાઇલ મળી કુલ 22 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...