તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંબુસરની પ્રખ્યાત પતંગો ફજ્જુ જીએસટીના કારણે મોંઘી બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરના કારીગરો દ્વારા તૈયાર કરાતી ફજજુ પતંગો કાગળ અને કામળી પર લાગેલા 6 ટકા જીએસટીના કારણે મોંઘી બની છે. ગત વર્ષથી સરખામણીએ એક કોડીના ભાવ 60થી વધીને 80 રૂપિયા સુધી પહોંચી જતાં આ વર્ષે પતંગ ઉડાડવાનું મોંઘુ બન્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસરની પતંગો રાજયભરમાં પ્રખ્યાત છે. જંબુસર ના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી ફજજુ પતંગો રાજયભરમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ખરીદી કરવા પતંગ રસિયા જંબુસરના પતંગ બજારમાં આવે છે. આ વ્યવસાય સાથે જંબુસરના 80 જેટલા પરિવાર જોડાયેલા છે. ઉતરાયણ નજીક આવતા ઘણા વેપારી પતંગ વેચવાનો વ્યવસાય કરે છે. પરંતુ આ પરિવારો માટે આ ગૃહઉદ્યોગ બની ચુકયો છે. તેઓ આખું વર્ષ પતંગ બનાવતાં હોય છે. તેમના દ્વારા બનાવાયેલી પતંગો સુરત તથા અમદાવાદ સુધી પહોંચે છે. ખભાતમાં પણ જંબુસર માં બનેલી પતંગો જોવા મળે છે.

નેશનલ પતંગના જીતેન્દ્ર ત્રિકંડેએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા 20 ટકા ભાવ વધ્યાં છે.જે પતંગ ગયા વર્ષે 60 રૂ. કોડી હતી તે આ વર્ષે 80 રૂ. કોડીના ભાવથી વેચી રહયાં છીએ. તેનું કારણ કાગળ અને કામળી પર 6 ટકા ટેક્ષ અને બનાવીને વેચવા પર 5 ટકા જીએસટી જવાબદાર છે. આ વ્યવસાયમાં નવા કોઈ કારીગરો જોવા મળ્યા નથી. વર્ષોથી જે લોકો કરે છે તે જ લોકો એ આ ...અનુસંધાન પાના નં.2

જંબુસરના પતંગબજારમાં આ વખતે મોદીના કટઆઉટ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડીઝાઇનવાળી પતંગો જોવા મળી રહી છે. તસવીર - પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...