તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News Engenwala School Will Construct Nine At A Cost Of Rs 6250 Lakh 020606

ઈ.એન.જીનવાલા સ્કૂલનું 62.50 લાખના ખર્ચે નવ નિર્માણ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર પાલિકા દ્વારા ઈ.એન.જીનવાલા સ્કૂલનું 62.50 લાખના ખર્ચે નવ નિર્માણ કરશે. ઓ.એન.જી.સી દ્વારા ફાળવામાં આવેલ ગ્રાન્ટમાંથી શાળાનું રીનોવેશન કરાશે. પાલિકા પ્રમુખ અને ઓએનજીસી અધિકારીઓ દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરાય હતી.

અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈ.એન.જીનવાલા સ્કૂલના રીનોવેશન માટે ઓએનજીસી દ્વારા 62.50 લાખ ઉપરાંત ગ્રાન્ટ ફાળવી હતી. જે ગ્રાન્ટમાંથી ...અનુસંધાન પાના નં.2

આખી શાળાનું આધુનિકરણ કરી અત્યાધુનિક સંકુલ બનાવની કામગીરીનો પ્રારંભ કરતા આજરોજ ખાતમહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષ ચેતન મોદી, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન ધર્મેશ મકવાણા, તેમજ ઓ.એન.જી.સી સી.એસ.આર. ગઈ.એમ ઉમેશ રાવત તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈ.એન. જીનવાલા સ્કૂલના રીનોવેશન કરવા યોજવામાં આવેલ ખાતમુહૂર્ત વિધિ નજરે પડે છે. તસ્વીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...