તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજના ઉદ્યોગોને પાણી કાપથી 400 કરોડનો ફટકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીમાં કલોરાઇડનું પ્રમાણ વધી જતાં દહેજના ઉદ્યોગોને જીઆઇડીસી તરફથી મળતો પાણી પુરવઠામાં 20 ટકાનો કાપ મુકવામાં આવતાં ઉદ્યોગોને પ્રોડકશન લોસનો રોજનો 400 કરોડથી વધુનો ફટકો પડી રહયો છે. કલોરાઇડનું પ્રમાણ 100 પીપીએમ કરતાં વધી જતાં અંગારેશ્વર અને નાંદના પંપિંગ સ્ટેશન બંધ કરવાની ફરજ પડી છે. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશને નર્મદા ડેમમાંથી રોજના 1,000 કયુસેક પાણી છોડવાની માંગ કરાય છે પણ ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.

દહેજ જીઆઇડીસીમાં આવેલાં 250થી વધારે ઉદ્યોગોની રોજની 27 કરોડ લીટરની જરૂરીયાત છે. આ જરૂરીયાતને પહોંચી વળવા માટે અંગારેશ્વર અને નાંદ ગામ ખાતે જીઆઇડીસીએ 11-11 કરોડ લીટરની ક્ષમતાવાળા પંપિંગ સ્ટેશન બનાવ્યાં છે. આ ઉપરાંત નર્મદા કેનાલમાંથી 22 કરોડ લીટર પાણી મળી રહે તેવું આયોજન છે. પરંતુ દરિયાના પાણી નાંદ સુધી પહોંચી જતાં નર્મદા નદીના પાણીમાં કલોરાઇડનું પ્રમાણ વધી ગયું છે. ઉદ્યોગો માટે 100 પીપીએમ કલોરાઇડ ધરાવતું પાણી યોગ્ય છે. તેનાથી ...અનુસંધાન પાના નં.2

વધારે કલોરાઇડવાળું પાણી ઉદ્યોગોને માફક આવતું નથી.

બીજી તરફ ડેમમાંથી પાણી નહિ છોડાતા કલોરાઇડની માત્રા ઘટતી ન હોવાથી અંગારેશ્વર અને નાંદના પંપિંગ સ્ટેશન એક મહિનામાં માત્ર 10 દિવસ સુધી ચાલુ રહે છે. બંને પંપિંગ સ્ટેશનમાંથી દહેજ જીઆઇડીસીને આપવામાં આવતાં પાણીના જથ્થામાં 20 ટકાનો કાપ મુકાયો છે. હાલ દહેજના ઉદ્યોગોને 21 કરોડ લીટર રોજનું પાણી મળી રહયું હોવાથી રોજનો પ્રોડકશન લોસનો 400 કરોડનો ફટકો પડી રહયો છે. નદીના પાણીમાંથી ખારાશ દુર કરવા માટે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશને ડેમમાંથી 1000 કયુસેક પાણી છોડવાની માંગ કરાય છે પણ હજી સુધી 600 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. દરિયાના પાણીને નર્મદા નદીમાં ભળતા અટકાવવામાં નહિ આવે ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેશે.

વર્તમાન ઉદ્યોગોને તાળા મારવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામશે
નર્મદા નદીમાં ભરતીના પાણી આવી જતાં કલોરાઇડનું પ્રમાણ વધી ગયું છે. દહેજ જીઆઇડીસીના 250થી વધારે ઉદ્યોગોને રોજની જરૂરિયાત કરતાં 20 ટકા ઓછું પાણી મળી રહયું છે. પાણીની તંગી હોવાથી ઉદ્યોગોએ તેમના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. આવી જ સ્થિતિ રહેશે તો નવા ઉદ્યોગો પર બ્રેક લાગશે તેમજ હાલના ઉદ્યોગોને પણ તાળા મારી દેવા પડે તો નવાઇ નહિ. આ સમસ્યાનો હલ લાવવા માટે જીઆઇડીસી તથા સરકારમાં રજૂઆત કરાય છે. મગનભાઇ હનિયા, પ્રમુખ, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન

દહેજમાં 45 કરોડ લીટરથી વધુ દરિયાના પાણીને મીઠુ બનાવતો પ્લાન્ટ સ્થાપાશેનર્મદા નદીમાં દરિયાના પાણી છેક નાંદ સુધી પહોંચી જતાં પાણીમાં કલોરાઇડનું પ્રમાણ વધી ગયું છે. કલોરાઇડની વધેલી માત્રાના કારણે જીઆઇડીસીના અંગારેશ્વર અને નાંદ ગામમાં આવેલાં પંપિંગ સ્ટેશન એક મહિનામાં માંડ 10 દિવસ સુધી કાર્યરત રહે છે. 20 દિવસ સુધી પાણીનું પંપિંગ શકય બનતું ન હોવાથી દહેજ જીઆઇડીસી તથા આસપાસના 20 ગામોમાં આપવામાં આવતાં પાણીના

...અનુસંધાન પાના નં.2

જથ્થા પર કાપ મુકવામાં આવે છે. નર્મદા નદીમાં વધી રહેલી ખારાશને અટકાવવા માટે ભાડભુત પાસે વિયર કમ કોઝવે બનાવવા માટે ભુમિપુજન કરાયું છે પણ આજદિન સુધી એક ઇંટ પણ મુકવામાં આવી નથી. દહેજના ઉદ્યોગોની સહાયતા માટે રાજય સરકારે દહેજ ખાતે 100 એમજીડી ( 45 કરોડ લીટર)ની ક્ષમતા વાળા ડીસેલીનેશન પ્લાન્ટની યોજના અમલમાં મુકી છે. આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે રોજના 45 કરોડ લીટર દરિયાના પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરી શકાશે. આ પ્લાન્ટ હજી ટેન્ડરીંગના તબકકામાં હોવાથી તેના નિર્માણ માટે 3 વર્ષથી વધારેનો સમય લાગી શકે છે. આમ દહેજના ઉદ્યોગોનો તમામ દારોમદાર ભાડભુત વિયર કમ કોઝવે અને ડીસેલીનેશન પ્લાન્ટ પર રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...