તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપારડી પાસેના સ્ટેટ હાઇવે પર સફેદ રંગના પટ્ટા મારવામાં વિલંબ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને અંકલેશ્વર સાથે જોડતો સ્ટેટ હાઇવે ફોર લેન બનાવવામાં આવી રહયો છે પરંતુ રાજપારડી નજીક રોડ પર સફેદ પટ્ટા મારવામાં વિલંબ થઇ રહયો હોવાથી અકસ્માતનો ભય સતાવી રહયો છે.

ઝઘડીયા તાલુકામાં આવેલા ઉમલ્લાથી ઝઘડીયા સુધીના સ્ટેટ હાઇવે પર માર્ગની વચ્ચે તેમજ માર્ગની સાઇડોમાં સફેદ રંગના પટ્ટાની નિશાની નહિ કરવામાં આવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને વાહન વળાંક લેતુ હોઇ ત્યારે સામેની તરફથી આવતા વાહનની હેડ લાઇટનો પ્રકાશ આંખો પર પડતા માર્ગ પર ક્યા ટ્રેક પર ચાલવુ તે સમજાતુ નથી. વાહન ઓવરટેક કરતુ હોઇ ત્યારે વાહન ક્યા ટ્રેક પર ચાલેછે તેનો પુરતો અંદાજ રહેતો ન હોવાથી અકસ્માત થવાની સંભાવના વધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગલે અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના સ્ટેટ હાઇવે પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે માર્ગ પર વચ્ચે તેમજ માર્ગની સાઇડમાં તંત્ર દ્વારા સફેદ રંગના પટ્ટા નિશાની તાકીદે કરે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો