તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરમાં પડેલાં આખલાને 2 કલાકે જેસીબીથી બહાર કાઢ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં આવેલાં કૃષ્ણનગર પાસેની ગટર લાઇનમાં એક ખાડો અકસ્માતે પડી ગયો હતો. રવિવારે બપોર બાદ બનેલી ઘટનાની જાણ થતાં પાલિકાના લાશ્કરો તુરંત દોડી આવ્યાં હતાં. લાશ્કરોએ જેસીબીની મદદથી તેને બહાર કાઢવા માટે બે કલાકની ભારે મથામણ કરતાં આખરે આખલાને બહાર કાઢવામાં ...અનુસંધાન પાના નં.2

સફળતાં મળી હતી. અંદાજે 150 કીલોના આખલાને બહાર કાઢવામાં લોકોના પરસેવા છુટી ગયાં હતાં.

ભરૂચ શહેરની નવી વસાહત પાસેના કૃષ્ણનગર પાસેથી પસાર થતી ગટર લાઇન પરથી અેક આખલો પસાર થઇ રહ્યો હતો. તે વેળાં અકસ્માતે ગટર પર લવાયેલું કોન્ક્રિટનું ઢાકણું આખલાના વજનથી તુટી જતાં તે ગટરમાં ફસાઇ ગયો હતો. પાલિકાના લાશ્કરોને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે આખલાને કાઢવા માટે જેસીબી પણ મંગાવ્યું હતું. પરંતુ આખલો બંધ ગટરમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગતો હોવાને કારણે બે કલાકની ભારે જહેમત બાદ તેઓએ તેને ગાળિયુ બાંધવામાં સફળ થતાં બાદમાં તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

કૃષ્ણનગર-સિંધુ નગર રોડ પર ખાડામાં આખલો ગરકાવ થતાં તેને જેસીબીથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...