તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેડિયાપાડાના રાખસકુંડી ગામે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડીયાપાડાના રાખસકુંડી ગામની જંગલ ખાતાની નર્સરી પાસે નસવાડી નવી વસાહતના બે યુવાનોને અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા.

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના છઠ્ઠી આંબલી, નવી વસાહતામાં રહેતા પ્રવિણ અમરત તડવી તેના બે મિત્રો પ્રવીણ અર્જુન તડવી અને કમલેશ અમરત તડવી ત્રણેય મિત્રો કામ અર્થે બાઈક પર ડેડીયાપાડા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ડેડીયાપાડાના રાખસકુંડી ગામની જંગલ ખાતાની નર્સરી પાસે મહારાષ્ટ્ર તરફથી આવતી એક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક ચાલકે

...અનુસંધાન પાના નં.2

બાઈક સારવારોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયા હતા. જેમાં તેમને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી, અકસ્માતમાં 22 વર્ષીય પ્રવીણ તડવીને માથાનાભાગે ગંભીર ઈજાઓ થતાનું તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જયારે પ્રવિણ અર્જુન તડવી અને અલ્કેશ અમરત તડવીને માથાના ભાગે તથા જમણા પગના ઘુટણ ઉપર તથા જમણા પગની ઘુટી ઉપર નાની મોટી ઇજાઓ પહોચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.સદર બનાવ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ફરાર ટ્રક ચાલાકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...