તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ આમોદમાં પતંગના દોરાથી બે બાઇક ચાલકને ગંભીર ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને આમોદ પંથકમાં પતંગની દોરી આવી જતાં બે બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં એક શખ્સને ગળાના ભાગે કપાઇ ગયો હતો. જ્યારે અન્ય એક યુવાનના નાક અને ગાલના ભાગે દોરીથી કપાઇ જવાથી ઇજાઓ થઇ હતી.

ઉત્તરાયણ પર્વની સાથે જ કપાયેલી પતંગના દોરાના કારણે અકસ્માતો સર્જાવાના બનાવો શરૂ થઇ ગયાં છે. પતંગના પેચ લડાવવાની મજા બાઇક ચાલકો માટે જાણે સજા રૂપ બની ગઇ છે. કપાયેલી પતંગના દોરાના કારણે આજે રવિવારે બે વ્યક્તિઓને અકસ્માત નડ્યાં હતાં. જેમાં એક બનાવમાં ભરૂચના મક્તમપુર ખાતે રહેતો સુખદેવ વસાવાતેની બાઇક લઇને શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં એક કપાયેલી પતંગનો દોરો તેના નાક અને આંખના ભાગે આવી જતાં તેના નાક અને ગાલ પર દોરાથી ગંભીર રીતે ...અનુસંધાન પાના નં.2

કપાઇ ગયો હતો. ઇજાગ્રસ્તને 108ની મદદથી તાત્કાલિક ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો. બીજા બનાવમાં જંબુસર તાલુકામાં આવેલાં ભડકોદ્રા ગામે રહેતાં સિરાજ આદમ પટેલ બાઇક લઇને આમોદ-કરજણ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતાં ગળુ કપાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. 108ની ટીમે તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...