તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News Ankleshwar City Police Caught 4 Of The Foreign Liquor With Quantity 020522

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 4ને ઝડપ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર શહેર પોલીસે કેશવપાર્ક પાસેના ખુલ્લા પ્લોટમાં એક રીક્ષામાંથી તેમજ જમીનમાં દાટેલા ટાંકી માંથી ઈંગ્લીશદારૂનો જથ્થા ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 ઈસમોની અટકાયત કરી હતી. તેમજ કુલ 1 લાખ 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફએ કેશવપાર્ક સોસાયટી પાસેના ઓપન પ્લોટમાં રીક્ષા નંબર જીજે.16.વાય.5048 માં વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટલુંજ નહિ નજીકમાં જમીનમાં દાટેલા સિન્ટેક્ષની ટાંકી માંથી ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. સ્થળ પરથી કેશવપાર્કમાં રહેતા મિનેષ મોદી,પંચાતી બજારમાં રહેતા લાલા વસાવા, તાડ ફળીયામાં રહેતો શનિ વસાવા અને ભાંગવાડમાં રહેતા વિજય વસાવાની ધરપકડ કરી હતી. તેમજ 1.51 લાખની કિંમતના ઈંગ્લીશદારૂની 804 નંગ બોટલ, 40 હજારની રીક્ષા મળી કુલ 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...