તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે કાર- બાઇકના અકસ્માતમાં 1 ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નજીક ભૂતમામાંની ડેરી પાસે સવાર ના સમયે એક કાર અને મોપેડ વચ્ચે અકસ્માતની સર્જાતા એક્ટીવા ચાલાકને ગંભીર ઇજા સાથે સારવાર ભરૂચ ખસેડવ્મા આવ્યો હતો.

રોડની ચાલી રહેલી કામગીરી દરમિયાન એકજ ટ્રેક પર આપેલા ડાઈવર્ઝનને લઇ સામસામે અકસમાત સર્જાવાની ઘટના સત્તત વધારો થઇ રહ્યો છે. અકસમાતના પગલે હળવો ત્રાફિક જામ પણ સર્જાયો હતો.

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યા રોડ એક તરફ ડાઈવર્ઝન આપી છેલ્લા 1 વર્ષ થી કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇ આ રોડ પર સત્તત સામસામે વાહનો ઓવરટેક કરવા જતા આવી જાય છે. અને અકસમાત સર્જાતો રહે છે. આજરોજ સવારે ભરૂચ થી અંકલેશ્વર તરફ આવી રહેલા એક્ટીવા પર ના યુવાન સાથે કાર ભટકતા અકસમાત સર્જાયો હતો જેમાં એક્ટીવા ચાલાકને ગંભીર ઇજા પહોંચતા 108 ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાં થી વધુ સારવાર અર્થે ભરૂચની હીલિંગટચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગેલ બંને તરફ વાહનોનો ખડકલો થઇ જતા ત્રાફિક જામ સર્જાયો હતો. જેને અકસ્માત ગ્રસ્ત વાહનો હટાવ્યા બાદ હળવો કરવામાં આવ્યો હતો. આ રીતે વારંવાર સર્જાતા અકસમાતના પગલે રોડની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રોડ ચાલુ કરવા ખાતર વાહનચાલકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...