તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpardi News According To The Guidance Of Rahul Gandhi The Congress Committee Meeting In Rajpuradi Of Zaghdiya Ta 035133

રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ ઝઘડીયા તા.ના રાજપારડીમાં કોંગ્રેસ સમિતિની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતીની એક બેઠક રાજપારડીમાં દર્શન હોટલ ખાતે મળી હતી. બેઠકમાં ભરૂચ જીલ્લાના ઇન્ચાર્જ શંભુ પ્રજાપતિ,વિધાનસભા ઇન્ચાર્જ અશોક પિંપલે,જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,તેમજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી સુનીલ પટેલ,ઝઘડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી.સી.પટેલ સહિતના અગ્રણીઓ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ આયોજિત બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ મહિલાઓનુ સંગઠન બનાવવા, તમામ અગ્રણીઓ સાથે કાર્યકરોએ આગામી ચુંટણીને અનુલક્ષીને ખભેથી ખભા મીલાવીને કામગીરીને ઓપ આપવો, બુથ વાઇસ જનમિત્ર બનાવવા, શકિત પ્રોજેક્ટ થકી સભ્યો બનાવવા, ઝઘડીયા તાલુકામાં કોંગ્રેસથી નારાઝ એવા લોકોની મુલાકાતો કરવી, સ્થાનિક અગ્રણીઓ કાર્યકરોની રજુઆત દિલ્હી સુધી કરાશે.

રાજપારડી સાથે 78 ગામોમાં જઇને જનમિત્ર અભિયાન તેમજ શકિત પ્રોજેક્ટ અંતર્ગત સભ્યો બનાવાશે. તદઉપરાંત રાજપારડી ગામમાં કોંગ્રેસ કાર્યાલયની શરૂઆત કરવા વિચારણા કરાઇ હતી.

રાજપારડી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...