તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kevadia News 86 Kites From Peshwa Will Be Organized In 46 Countries Of 15 Countries 40 Of 8 States In The Festival 031505

મહોત્સવમાં 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો પેચ લડાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે 80 હજાર સ્ક્વેર ફુટ વિસ્તારમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવનાર છે. ત્યારે પતંગોત્સવમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકારો જેઠાલાલ, બબીતા, સુંદર, નટુકાકા, બાઘા સહીત પત્રકાર પોપટલાલ અને ટપુ સેના પણ હાજર રહી આકર્ષણ જમાવશે. મોડી સાંજે આશીફ મોદી સહિત તારકમહેતાકા ઉલટા ચશ્માની ટીમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.પતંગ મહોત્સવના ભાગરૂપે 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગ બે રંગી ડિઝાઈનો વળી પતંગો ચકાવશે, પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ આ પતંગ મહોત્સવ માં હાજરી આપવા હાજર રહેશે.

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 8 મી જાન્યુઆરીના રોજ એક દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. 80 હજાર સ્ક્વેર ફુટના વિસ્તારમાં યોજાનારા પતંગોત્સવની તમામ તૈયારીઓને જિલ્લા

...અનુસંધાન પાના નં.2

કલેક્ટર આર.એસ.નિનામા તથા તેમની ટીમ દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે. વિવિધ આધિકારીઓ ને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમ શાંતિ થી પૂર્ણ થાય લોકો મજા માણે જે માટે જિલ્લા પોલીસે પણ સુરક્ષા બંધોબસ્ત કડક ગોઠવી દીધો છે. આ કાર્યક્રમ ને મંત્રી ગ્રામ સંવર્ધન પશુપાલન બચુભાઈ ખાબડના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણ પહેલા કરવામાં આવતો હોય 14 મી જાન્યુઆરીના રોજ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો એપિસોડ બનાવવા આ સીરિયલના નિર્માતા અસિત મોદી, સહીત કેમેરામેન,પ્રોડ્યુસર, ડાયરેક્ટર, સહીત મુખ્ય કલાકારો જેઠાલાલ , બબીતા સુંદર સહીત 8 થી 10 જેટલા કલાકારો આકર્ષણ જમાવશે. જેઓ રાત્રીના નર્મદા ટેન્ટ સીટી ખાતે રોકાશે અને સવારે સ્ટેચ્યુ પર સીધા પતંગ મહોત્સવમાં હાજરી અપાશે બાદમાં સ્ટેચ્યુ પણ નિહાળશે.

સ્ટેચ્યુ ખાતે પતંગોત્સવમાં જેઠાલાલ, બબીતા સહિત 8 કલાકારો આકર્ષણનું કેન્દ્ર બનશે
લીમડી હેલીપેડ ખાતે પતંગયુદ્ધ છેડાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લીમડી હેલીપેડ માં લગભગ 200 x 400 એટલે 80 હજાર સ્કેરફુટની વિશાલ જગ્યામાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અને પતંગ બાજો માટે 15x 15 એટલે 225 સ્ક્વે રફુટમાં 35 જેટલા સ્ટોલ બનાવશે. એક સ્ટેજ બનાવશે જ્યાં મુખ્ય મહેમાન મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પતંગોત્સવને ખુલ્લો મુકાશે.

અન્ય સમાચારો પણ છે...