તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલેજમાં દર શુક્રવારે 7થી 8 કલાકના વીજકાપથી રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને વડોદરાની વચ્ચે આવેલું પાલેજ એક મોટું વેપારી મથક છે. જોકે છેલ્લાં કેટલાંક સમયથી દર શુક્રવાર ના રોજ વહેલી સવારથી સાંજ સુધી નિયમિત મેન્ટેનન્સના નામે વીજ કાપ મૂકવામાં આવતો હોવાને કારણે સ્થાનિક રોજગાર ધંધા પર ભારે અસર પડી રહી છે. વારંવાર મેઇન્ટેનન્સના કારણે વીજ કાપ મુકી ખોટી પજવણી કરવામાં આવી રહી હોવાનો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.

પાલેજ નગરમાં દર શુક્રવારે વીજળી વેરણ બનતી હોઇ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતાં લોકો શુક્રવારે પાલેજના બજારોથી કિનારો કરી લે છે. જેની અસર શનિવાર અને રવિવાર ઉપર પણ જોવા મળે છે. એક તરફ ઓછા વેપાર અને બીજી તરફ પાલેજ ૬૬ કે.વી સબ સ્ટેશનનો

...અનુસંધાન પાના નં.2

આયોજન વિનાનો વહીવટ પાલેજ નગરના વેપારઓની કબર ખોદી રહ્યો હોવાનો રોષ વેપારીઓ વક્ત કરી રહ્યાં છે.

મુસ્લિમ સમાજ માટે અઠવાડિયા દરમિયાન શુક્રવાર નું વધુ મહત્વ છે એવામાં શુક્રવારના રોજ જ લાઈટ કાપ મુકવાની પાલેજ જી.ઇ.બી નીતિ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આવનાર દિવસો માં પાલેજ જી.ઇ.બી ના અધિકારીઓ પોતાની ખોટી નીતિઓ નહીં બદલે તો ગમે ત્યારે જી.ઇ.બી કાર્યાલય ઉપર વિરોધ પરદર્શનો પણ જોવા મળશે એવા ભણકારા વાગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...