તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News 10 Days Ago The Car Was Burned Suspected Of Personal Animosity 020503

10 દિવસ પહેલાં કાર સળગાવાઈ હોવાથી અંગત અદાવતની શંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલી મંગલમ રેસીડન્સીમાં પાછળની દિવાલ કુદીને આવેલો યુવાન પાર્કિંગમાં પાર્ક કરેલા 10 વાહનોમાં આગચંપી કરી ફરાર થઇ ગયો હતો. રેસીડન્સીના આગળના ભાગે સીકયુરીટી જવાનો પહેરો ભરી રહયાં હતાં જયારે પાછળના ભાગેથી અજાણ્યા યુવાને આવી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. આગના તાંડવમાં આઠ વાહનો બળીને ભસ્મીભુત થઇ ગયાં હતાં. લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. રેસીડન્સીમાં 10 દિવસ પહેલા જ કારમાં આગ લાગી હતી અનેે હવે સાગમટે વાહનોમાં આગ લગાડાતા ઘટના પાછળ અંગત અદાવતને જવાબદાર ગણવામાં આવી રહી છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થઇ ગયેલા યુવાનને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ભડકોદ્રા ગામમાં મંગલમ રેસીડન્સીના પાર્કિંગમાં પાર્ક કરાયેલા 10 જેટલાં વાહનોમાં ગુરૂવારે રાત્રીના સમયે આગ ભભુકી ઉઠી હતી. આગના બનાવના પગલે સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયાં હતાં અને આગ બુઝાવવા માટે દોડધામ કરી મુકી હતી. લાશ્કરો આવે તે પહેલાં 8 વાહનો આગમાં ભસ્મીભુત થઇ ગયાં હતાં. જીઆઇડીસી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં બાઇક પર બુકાની બાંધીને આવેલા એક યુવાન દિવાલ કુદી પાછળના ભાગેથી પાર્કિંગમાં આવ્યો હતો અને આગચંપી કરી ફરાર થઇ ગયો હતો. ઘટના બની ત્યારે આગળના ભાગે રેસીડન્સીના સીકયુરીટી ગાર્ડ હાજર હતાં. સીસીટીવીમાં દેખાય રહેલો યુવાન હાથમાં કારબા સાથે પ્રવેશ કરતો દેખાય રહયો છે.

રેસીડન્સીમાં 10 દિવસ પહેલા જ કારમાં આગ લાગી હતી અનેે હવે સાગમટે વાહનોમાં આગ લગાડાતા ઘટના પાછળ અંગત અદાવત હોવાનું જણાય રહયું છે.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલી મંગલમ રેસીડન્સીના પાર્કિંગમાં પાર્ક કરાયેલા છ વાહનોમાં અજાણ્યા વ્યકતિએ આગ લગાવી દીધી હતી. તસવીર-હર્ષદ મિસ્ત્રી

ભડકોદ્રાની મંગલમ રેસિડન્સીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અજાણ્યો યુવાન 10 વાહનોને આગચંપી કરી ફરાર
ગુરુવારની રાત્રિએ એક વાગ્યાના અરસામાં બનેલી ઘટનાથી રહીશોમાં દોડધામ મચી
નગરપાલિકાના લાશ્કરો આવે તે પહેલાં આઠ બાઇકો આગમાં સંપૂર્ણ ભસ્મીભૂત થઇ
ભડકોદ્રાની મંગલમ રેસિડન્સીમાં વાહનોમાં લાગેલી આગની ઘટનામાં એક શકમંદ નજીકના સીસીટીવીમાં દેખાયો હતો.

આગમાં સળગી ઉઠેલા વાહનો
1 પ્રજ્ઞેશ ધારાણી એક્ટીવા 3જી જી.જે.16.બી.પી.8074

2. ચંદન કુમાર સિંગ યામાહા એફઝેડએસ જી.જે.16.સી.કે.6860

3. અલ્પેશ કેસરીયા માઈસ્ટ્રો જી.જે. 05.કે.પી.8988

4. કાંતિભાઈ પટેલ બાઈક જી.જે.05.- -4805

5. જીગ્નેશભાઈ જોષી પલ્સર સ્કૂટી જી.જે.16.એ.એન. 6209

6. સુનિલભાઈ ચૌધરી પલ્સર જી.જે.16. બી.એ.0621

7. દિલીપકુમ્મર સિંહ એક્ટીવા જી.જે.16.બી.આર.6954

8. ધર્મેશ પટેલ સ્પેલન્ડર જી.જે.05.એચ.એફ.2581

ભરૂચમાં બનેલી આવી ઘટનામાં પ્રેમ પ્રકરણ ખુલ્યું હતું
ભરૂચ શહેરના જંબુસર ચોકડી વિસ્તારમાં આવેલાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. પોલીસની તપાસમાં પ્રેમ પ્રકરણમાં યુવાને રીસ રાખી યુવતીની મોપેડ સહિતના વાહનોને આગ લગાવી હોવાનું ખુલ્યું હતું.

CCTVમાં મોઢે રૂમાલ બાંધી બાઇક લઇને આવેલો યુવાન દેખાઇ રહ્યો છે
પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી અમારી માંગ
અમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં 10 દિવસ પહેલા જ કોઇએ આગ લગાવી હતી. હવે ગત રાત્રીના સમયે 10 વાહનોમાં આગ લગાવી દીધી છે. જેમાં 8 વાહનો સંપુર્ણ રીતે બળી ગયાં છે. આ ઘટના માટે જવાબદાર લોકોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી છે. કૌશિક પટેલ, સ્થાનિક રહેવાસી

સિક્યુરિટી ગાર્ડ આગળના ભાગે હાજર હતાં
મંગલમ રેસીડન્સીમાં બનેલી આગની ઘટનામાં સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવાન દેખાય રહયો છે. આ યુવાનને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આગળના ગેટ પર સીકયુરીટી ગાર્ડ હાજર હોવાથી તે પાછળના ભાગેથી દિવાલ કુદીને આવ્યો હતો. આ યુવાન જાણભેદુ હોવાની શકયતાઓ છે ત્યારે તે દિશામાં તપાસ ચાલી રહી છે. આર.કે.ધુળિયા, પીઆઇ, જીઆઇડીસી પોલીસ સ્ટેશન

રેસિડન્સીના રહીશો સાથે કોઇની અંગત અદાવત હોઈ શકે
મંગલમ રેસીડન્સીમાં લાગેલી આગ કયાં કારણોસર લગાડવામાં આવી તે સ્પષ્ટ થઇ શકયું નથી. 10 દિવસ પહેલાં પણ આજ પાર્કિંગમાં કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ એક સાથે 10 વાહનોમાં આગચંપીની ઘટનાએ અંગત અદાવત તરફ અંગુલીનિર્દેેશ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...