પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ

પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ

પાટણ

Sep 16, 2010, 04:06 AM IST
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેર, સિદ્ધપુર તેમજ જિલ્લામાં બુધવારે ધરો આઠમનું વ્રત બહેનો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરાયું હતું. જેમાં શાસ્ત્રોકત સંસ્કારો થકી દુવૉ એટલે કે ધરોનું પૂજન કરાયું હતું. તેમજ બહેનો ધરો કપાઇ ન જાય તેવા હેતુથી ખેતીવાડીના કામથી અળગી રહી વ્રત-ઉપવાસ કરી બ્રાહ્નણોને દાન કરાયું હતું.
ધરો એ વનસ્પતિ છે. જે જમીનના પાકોને સુરક્ષિત રાખે છે અને કહોવાટ અટકાવે છે. ધરો ભારતીય સંસ્કૃતિની પૂજન પદ્ધતિમાં મહત્વની વસ્તુ છે જે પવિત્ર ગણાય છે. ધરોનું પૂજન કરવાથી પારિવારિક અને ખેતીવાડીને લગતી કૃપા ઉતરે છે. આજના દિવસે બહેનો દ્વારા વ્રત રાખી વાર્તા સાંભળવામાં આવી હતી. ધરો પૂજન કરી બ્રાહ્નણોને દાન આપવામાં આવ્યું હતું.
સિદ્ધપુર : શહેર પંથકની મહિલાઓ દ્વારા ધરોની અબીલ, ગુલાલ, કંકુ ચોખાથી પૂજા કરવામાં આવી હતી. નૈવેધ્યમાં સફેદ ચોખાથી તેમજ બાજરીની કુલેર ધરાવવામાં આવી હતી. જ્યારે ગામડાઓની મહિલાઓ આજના દિવસે ખેતરના કામથી અળગી રહી હતી. તેથી ઘાસચારો લાવવાનું કામ પુરુષોએ કર્યું હતું. શહેરની મહિલાઓએ આજના દિવસે ઠંડુ ખાઇને પૂજા અર્ચના અને આરાધના કરી હતી. જોગાનુંજોગ આજનો દિવસ રાધાજીનો જન્મદિવસ હોવાથી રાધાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
X
પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી