ગઢ નજીક લડબી નદીના પટમાં વનસ્પતિથી પૂરની ભીતિ

ગઢ નજીક લડબી નદીના પટમાં વનસ્પતિથી પૂરની ભીતિ

ભાસ્કર ન્યૂઝ. ગઢ | Updated - Jul 27, 2010, 04:03 AM
ગઢ નજીક લડબી નદીના પટમાં વનસ્પતિથી પૂરની ભીતિ
ભાસ્કર ન્યૂઝ. ગઢ
પાલનપુર તાલુકાના ગઢ-મડાણા નજીકથી પસાર થતી લડબી નદીના પટમાં આકડા, ઘાસ સહિતની વનસ્પતિ ઉગી હોવાથી વરસાદી પાણી અવરોધાતાં પૂર આવવાની ભીતિ સેવાઇ રહી છે.
પાલનપુર તાલુકાના કરજોડા નજીકથી નીકળતી અને પાલનપુર, આકેસણ, વેડંચા, સલેમપુરા તેમજ ગઢ-મડાણા પાસેથી પસાર થતી લડબી નદીમાં આકડા તેમજ ઘાસ ઉગી નીકળ્યું છે. આ અંગે રહીશ ગોવિંદભાઇ ભૂટકાએ જણાવ્યું હતું કે, ‘વનસ્પતિ ઉગી નીકળવાથી અને કેટલાક શખ્સો દ્વારા દબાણો કરવામાં આવતાં નદીના વહેણમાં અવરોધો ઉભા થયા છે. જેથી ચોમાસામાં ભારે વરસાદથી પૂરની હોનારત સર્જાવાની ભીતિ છે. આ અંગે ગ્રામ પંચાયતને આરોગ્ય વિભાગ દ્વારા સફાઇ અંગે નોટિસો આપવામાં આવી છે પરંતુ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ લડબી નદીમાં આવેલાપુરમાં ગઢનો એક યુવાન તેમજ મડાણાના એક જ પરિવારના પાંચ સભ્યો તણાઇ ગયા હતા. તેમજ અઢીસો કરતા વધુ પશુઓનાં પણ મોત નીપજયાં હતા. ત્યારે આગામી સમયમાં આવી હોનારત ન સર્જાય તે માટે ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

X
ગઢ નજીક લડબી નદીના પટમાં વનસ્પતિથી પૂરની ભીતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App