• Gujarati News
  • બાવળામાં ૧૭ હજારના મુદ્દામાલ સાથે આઠ શકુનિઓ ઝડપાયા

બાવળામાં ૧૭ હજારના મુદ્દામાલ સાથે આઠ શકુનિઓ ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ઢેઢાળ ચોકડી પાસે ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાઇ રહ્યો છે, જેથી બાતમી મુજબની જગ્યાએ દરોડો
પાડતાં આઠ શકુનીઓને ૧૧૬૭૦ રૂપિયા રોકડા અને પાંચ મોબાઇલના ૬૦૦૦ રૂપિયા મળી કુલ ૧૭૬૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડીને જેલના સિળયા પાછળ ધકેલી
દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા પોલીસના મહેન્દ્રસિંહ, હિઁમતસિંહ, જગદીશભાઇ, પ્રવીણભાઇ, કલાભાઇ નગરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાવળામાં ઢેઢાળ ચોકડી પાસે ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાઇ રહ્યો છે,
જેથી બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતા ત્યાં ખુલ્લામાં જુગાર રમાઇ
રહ્યો હતો, જેથી પોલીસે તમામ આઠ જુાારીઓને કોર્ડન કરીને આઠ જુગારીઓને ૧૧૬૭૦ રૂપિયા રોકડા અને પાંચ મોબાઇલ જેની કિં.રૂ.૬૦૦૦ થવા જાય છે.
તે મળી કુલ ૧૭૬૭૦ રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી જેલના સિળયા પાછળ ધકેલી દઇને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રવીણસિંહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળામાં પોલીસે જુગાર રમતાં પકડેલા શકુનિયોના
નામ (૧) કનુભાઇ નારાયણભાઇ પટેલ રહે.હરિઓમ સોસાયટી, બાવળા (ર) ભીખાભાઇ કનૈયાલાલ
રાણા રહે.ધોળકા (૩) દીપકભાઇલ નરસીભાઇ રાવળ રહે.
બાવળા (૪) પ્રકાશભાઇ વાલજીભાઇ ઠક્કર રહે.બાવળા (પ) છનાભાઇ મોહનભાઇ ઠાકોર રહે.બાવળા (૬) જયેશભાઇ રતિલાલ ઠક્કર રહે.બાવળા (૭) વક્રિમભાઇ ભીખાભાઇ કો.
પટેલ રહે.બાવળા (૮) રાકેશભાઇ કનુભાઇ કો.પટેલ રહે.બાવળાનો સમાવેશ થાય છે.