• Gujarati News
  • તરઘરાની સરકારી શાળાનો સ્લેબ તૂટÛો

તરઘરાની સરકારી શાળાનો સ્લેબ તૂટÛો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ તાલુકાના તરઘરા ગામે સરકારી પ્રાથમિક શાળાના ચાલી રહેલા સ્લેબના કામકાજ દરમિયાન તાજા સ્લેબનો અમુક ભાગ ધડાકાભેર તૂટી પડતા કોન્ટ્રાકટરના કામ પ્રત્યે શંકા દર્શાવાઇ રહી છે.
બોટાદ તાલુકાના તરઘરા ગામે આવેલા સરકારી પ્રાથમિક શાળામાં સર્વશિક્ષા અભિયાન (એસ.એસ.એ.) તરફથી નવા બાંધકામની કામગીરી ચાલી રહી છે. આજે સ્લેબ ભરાઇ રહ્યો હતો ત્યારે કોઇ કારણોસર આ સ્લેબ ધડાકાભેર તૂટી પડતા ગામના સરપંચ તથા આગેવાનો સહિત લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે તાજુ બાંધકામ તરત જ આવી રીતે અચાનક તૂટી પડતા કોન્ટ્રાકટરની બાંધકામની ગુણવત્તા બાબતે લોકોમાં શંકા દર્શાવાઇ રહી છે.
શાળાના બાંધકામનું જયારથી કામ શરૂ હતું ત્યારથી જ નબળી ગુણવત્તા અંગે વ્યાપક ફરિયાદો કરવામાં આવતી હતી પરંતુ તંત્ર દ્વારા તેના પર ધ્યાન દેવામાં આવતું ન હતું. પરંતુ ગામના આગેવાનોના જણાવ્યા પ્રમાણે શાળાના બાંધકામનું નિરિક્ષણ પણ યોગ્ય રીતે કરવામાં આવતું ન હતું. ગ્રામ્યજનોમાં થતી ચર્ચા મુજબ ઇમારત હજુ નિમૉણધીન હતી ત્યારે ઘટના સર્જાય તે અમારા ગામના વિદ્યાર્થીઓના નસીબ છે.