• Gujarati News
  • સેકટર ૩માં મહિલાનો સોનાનો દોરો ખેંચાયો

સેકટર-૩માં મહિલાનો સોનાનો દોરો ખેંચાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
તહેવારના દિવસોમાં જ પાટનગરમાં ચોર ઉચક્કા મેદાને ઉતરી આવ્યા છે. તા. ૧૯મીએ સવારમાં સેકટર-૩માં બાઇક પર આવેલા બે શખ્સે પગપાળા જઇ રહેલા ગૃહિણીના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી હતી. સે-૭ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર રાઠોડના જણાવ્યા પ્રમાણે સે-૩-ડીમાં રહેતાં સુશીલાબેન વશિ્નુભાઇ શિકારી નામના મહિલા ઘરનો કચરો ફેંકવા જઇ રહ્યાં હતાં. ત્યારે પાછળથી પલ્સર બાઇક પર ડબલ સવારીમાં આવેલા ૨૫ વર્ષની વયના જણાતાં બે શખ્સોએ તેમના ગળામાંથી ૨૦ હજારનો દોઢ તોલાનો સોનાનો દોરો ઝુંટવી લીધો હતો અને ઘ- દોઢ તરફ નાશી છૂટયા હતાં.