• Gujarati News
  • ટ્રેનમાં ટોઇલેટમાંથી દારૂ ઝડપાયો

ટ્રેનમાં ટોઇલેટમાંથી દારૂ ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક હાપા જંકશન પર આવેલી એકસપ્રેસ ટ્રેનના ટોઇલેટમાંથી વિદેશી દારૂના પાઉચનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક રેલ્વે પોલીસની સતર્કતા સામે પકડઇ જવાની બીકે કોઇ શખ્સો દારૂનો જથ્થો છોડી નાશી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જામનગર તરફ આવતી તિરૂવનંતપૂરમ-હાપા એકસપ્રેસ ટ્રેનમાં અમુક શખ્સો વિદેશી દારૂની ખેપ મારતા હોવાના આરપીએફના ઇન્પુટના પગલે રાજકોટ ડિવીઝનના પોલીસ ઇન્સ્પેકટર સમીર સારડા સહિતના સ્ટાફે ગુરૂવારે સવારે હાપા આવેલી ટ્રેનની તલાસી લીધી હતી. જેમાં એક કોચના ટોઇલેટમાંથી રૂ.૩૦ હજારની કિંમતના એક હજાર ઉપરાંતના દારૂના પાઉચ મળી આવ્યા હતાં. પોલીસે દારૂનો બિનવારસુ જથ્થો કબ્જે કરી વિધિવત તપાસ હાથ ધરી હતી.