પશુચિકિત્સકને કૂતરાએ બચકાં ભયાઁ
જૂના પાદરા રોડ પર કલીનીક ધરાવતા અને તાજેતરમાં કેટ-શો કરનાર પશુચિકિત્સક ડો. એન્જલા લોબોના કલીનર પર આજે આલ્સેસિયેશન કૂતરાને સારવાર માટે લવાયો હતો. કૂતરાએ તેમના મોેઢા પર બચકા ભરી લીધાં હતાં. તેમને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે જ્યારે આંખની પાસે ઇજા થઇ હતી. ઘાયલ પશુચિકિત્સકને સારવાર માટે શુભેચ્છા હોસ્પિટલમાં ખસેડાયા હતાં.