• Gujarati News
  • મેયર પર પ્રદેશકક્ષાએથી કડક પગલાંની તોળાતી તલવાર

મેયર પર પ્રદેશકક્ષાએથી કડક પગલાંની તોળાતી તલવાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ગાંધીનગરના મેયર મહેન્દ્રિંસહ રાણા પર નજીકના ભવિષ્યમાં કડક પગલાંની તલવાર તોળાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી સમયે જ ગાંધીનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસના આંતરિક વખિવાદને મીડિયામાં ઉછાળતાં પક્ષની ગરીમાને નુકસાન પહોંચ્યું હોવાનું માની પ્રદેશ કક્ષાએથી મેયર સામે આકરાં પગલાં લેવાનું ગંભીરતાપૂર્વક વિચારાઈ રહ્યું છે.
ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસમાં કહેવાતા નેતાઓ દ્વારા સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવતી હોવાથી વ્યથિત બનેલા મેયર રાણાએ ૮ ઓકટોબર અને ૧૫ ઓકટોબરે મીડિયાને સંબોધીને બે પત્ર લખ્યા હતા.
બંને પત્રોમાં મેયરે કહેવાતા નેતાઓ અને આયાતી નેતાઓ સામે નશિાન તાકવાની સાથે ઉમેદવારોને ટિકિટ આપવાની પ્રદેશ મોવડીઓની નીતિ સામે પણ નામોલ્લેખ કર્યા વિના સ્ફોટક નિવેદનો કર્યા હતાં. પ્રદેશ મોવડીઓ કે નેતાઓ સમક્ષ મેયરે ગાંધીનગરની સ્થિતિ અંગે પોતાની વ્યથા અને લાગણી વ્યક્ત કરી નથી, પરંતુ મીડિયા સમક્ષ પક્ષના આંતરિક વખિવાદને ઉછાળવા બદલ સ્થાનિક અને પ્રદેશ નેતાઓમાં નારાજગી જોવા મળી છે.
મેયરના પત્રો લખવાના મુદ્દાને પ્રદેશ કાયૉલયની શિસ્ત સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. મેયરે શિસ્ત ભંગ કર્યો છે કે નહીં તે અંગે સમિતિ આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરશે. આ નિર્ણયને સંલગ્ન રહી પક્ષને થઈ રહેલા નુકસાનનો કયાસ કાઢીને પ્રદેશ કક્ષાએથી મેયર સામે કડક પગલાં લેવાય તેવાં એંધાણ સૂત્રોએ વ્યક્ત કર્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આંતરિક વખિવાદ અને મનદુ:ખ ભૂલીને પક્ષ અને સંગઠનને વધુ મજબૂત કરવા અને ચૂંટણીમાં જીત મેળવવાના પ્રયાસો કરવા જોઈએ, તેને બદલે શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયરે પક્ષના વખિવાદોને ઉછાળવાનું કામ કર્યું છે. જો મેયર સામે પગલાં ન લેવાય તો આ વાતનું પુનરાવર્તન થવાની શકયતા છે.
એટલે પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોમાં દાખલો બેસાડવા માટે પણ મેયર સામે કડક પગલાં લેવામાં આવશે.