કચ્છમાં સંચાર નગિમની સેવા ફરી ફસકી પડી
ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં બીએસએનએલની સેવા ફરી ફસકી પડતાં ગ્રાહકો ભારે તકલીફમાં મુકાયા હતા. લેન્ડલાઇન, મોબાઇલ તેમજ ઇન્ટરનેટ તમામ સુવિધા એકસાથે દોઢ કલાક સુધી કટઓફ રહેતાં નારાજગી જોવા મળી હતી. બે સ્થળે કેબલ કપાતાં સમસ્યા સર્જાઇ હોવાનો સૂર નગિમના સત્તાવાળાઓએ વ્યક્ત કર્યો હતો.
સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ-ભચાઉ વચ્ચે રોડના કામ દરિમયાન ઓ.એફ.સી. કપાયો હતો. તેની મરંમત માટે ટીમ રવાના થઇ હતી તેવામાં ભચાઉ-દુધઇ વચ્ચે પણ કેબલ કટ થતાં લગભગ આખો જિલ્લો મૂંગો બની ગયો હતો અને આંતરિક વાતચીત પણ થઇ શકી નહોતી. બે જગ્યાએ ટુકડીઓ કામે લાગતાં દોઢ કલાકના અંતરાલ બાદ સેવા પૂર્વવત થઇ શકી હતી.
બે દિવસ પહેલાં સીજીએમે પણ તાકીદ કરી હતી
બે દિવસ અગાઉ કચ્છની મુલાકાતે આવેલા ગુજરાતના ચીફ જનરલ મેનેજરે ભુજમાં અધિકારીઓ સાથેની બેઠકમાં ઓએફસી મુદ્ે તાકીદ કરી હતી અને હવે આ સમસ્યા નહીં સર્જાય તેવું પણ કહયું હતું. જોકે, આ સમસ્યા ચાલુ રહેતાં અનેક સવાલો પણ ખડા થયા છે.