તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે

બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરાંગ વસાણી. બોટાદ
સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ગત તા. ૨૩-૦૯-૧૨ને રવિવારના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ બોટાદને જિલ્લો જાહેર કરતાં લોકો ખુશ ખુશાલ થઇ ગયાં હતાં. છેલ્લા ઘણાં સમયથી બોટાદને જીલ્લો બનાવવાની વિચારણાઓ ચાલી રહી હતી પરંતુ આ જાહેરાત સાથે બોટાદમાં ચૌતરફ દિવાળી જેવો મહોલ છવાઇ ગયો હતો અનેક જગ્યાએ ફટાકડા ફોડી, રાસગરબા રમી, એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોટાદનો વિકાસ ખુબ જ થયો છે જેને ધ્યાનમાં લઇને બોટાદ તાલુકાને આગામી તા. ૨૬-૦૧-૧૩ થી જિલ્લો અમલી બનાવવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. હાલમાં બોટાદ તાલુકાની સરકારી ચોપડે ૨,૮૬,૪૮૫ ની વસ્તી નોંધાયેલી છે. હાલમાં શહેરમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યાં છે જેમાં નગરપાલિકા, આઇટીઆઇ બિલ્ડીંગ, તાલુકા સેવા સદન, ઓવરહેડ ટાંકીઓ તેમજ સંપ, રસ્તાઓ, ડ્રેઇન લાઇન જેવા અનેક કાર્યો હાલમાં પુરઝડપે ચાલી રહ્યાં છે. બોટાદ તાલુકાને જીલ્લો બનવાથી અનેક ફાયદાઓ થશે તેમજ ટ્રાન્સપોર્ટટેશન અને ખોટા ખર્ચાઓ તેમજ સમયનો બચાવ થશે.
બોટાદ જીલ્લો થાય એટલે જે જીલ્લાની મુખ્ય ત્રણ વડી કચેરીઓ છે તે બોટાદ ખાતે આવી જશે જેમાં કલેકટર કચેરી, ડીડીઓ કચેરી તથા એસપી કચેરી. આ ત્રણ કચેરીઓ નીચે અંદાજે બીજી ૮૬ નાની મોટી સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓ પણ આવશે. કોઇ પણ વ્યક્તિને કામ માટે ભાવનગર જવું પડતું હતું તે નહીં જવું પડે અને અહીં બેઠા તે કામ પતી જશે જેને કારણે નાણાં તથા સમયનો પણ બચાવ થશે.
૮૬ જેવી સરકારી કચેરીઓ બોટાદમાં આવતા બોટાદમાં અંદાજે ૨૫૦૦ કે તેથી વધુ કર્મચારીઓ વધશે. આ સરકારી કચેરીઓમાં આરોગ્ય, માહિતી, રજીસ્ટર, ખેતીવાડી, જમીન દફતર, નગરનિયોજક, સ્ટેમ્પ મુલ્યાંકન, જિલ્લા પંચાયત જેવી અનેક સરકારી, અર્ધ સરકારી કચેરીઓ બોટાદમાં આવશે. આ બધી કચેરીઓ ઉપરાંત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી પણ ઉભી થશે. જેને લીધે બોટાદ જિલ્લામાં સમાવાતા તમામ ગ્રામીણ વિસ્તારનો પણ વિકાસ થશે.
કહેવાય છે કે જ્યારે કોઇ તાલુકો જિલ્લામાંથી જુદો થઇને જિલ્લો બને છે ત્યારે તેના વિકાસ માટે સહુથી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. તેમજ બોટાદને જે ગ્રાંટો મળતી હતી તે હવે ત્રણ થી ચાર ગણી થઇ જશે બીજુ અત્યાર સુધી બોટાદમાં નાયબ કાર્યપાલક ની જગ્યા હતી જે જિલ્લો થવાથી કાર્યપાલકની જગ્યા થઇ જશે જેને કારણે કોઇપણ કાર્ય ખુબ જ ઝડપી બનશે.
જીલ્લો થવાથી અનેક ઉધોગો બોટાદમાં નવા સ્થપાશે જેને કારણે રોજગારી વધશે. હાલમાં જે બોટાદ નગરપાલિકાના બહારના વિસ્તારો છે તે બોટાદ શહેરમાં આવી જશે જેને કારણે દુરના િવસ્તારોનો પણ બોટાદ શહેરની જેમ જ વિકાસ થશે. હાલમાં બોટાદ નગરજનો જીલ્લો અમલમાં આવે તેની રાહ જોઇ રહ્યાં છે.

ચાર તાલુકાનો સમાવેશ થઇ શકે છે
ભાવનગર જીલ્લામાંથી બોટાદ તાલુકો જુદો પડશે અને જીલ્લો થશે ત્યારે અંદાજે ૪ તાલુકાઓનો જીલ્લો થશે તેવું મનાઇ રહ્યું છે જેમાં ગઢડા, રાણપુર, બરવાળા, બોટાદ તાલુકાઓની પસંદગી કરવામાં આવશે તેવું મનાઇ રહ્યું છે. આ ઉપરાંત લગભગ વિછીંયા, વલ્લભીપુર તથા ધોલેરામાંથી પણ કોઇપણ તાલુકાનો બોટાદમાં સમાવેશ થઇ છે. બોટાદ જિલ્લો થવાથી અંદાજે ૪ તાલુકાના ૧૮૦ જેવા ગામડાઓનો સમાવેશ થશે. હાલમાં ઉપરોકત પૈકીના બે તાલુકા અમદાવાદ જિલ્લામાં છે જ્યારે બે તાલુકાઓ ભાવનગર જિલ્લામાં છે.