• Gujarati News
  • દહિંસરામાં ભાઈ બહેનના ઝઘડાથી કંટાળી પિતાએ કરી આત્મહત્યા

દહિંસરામાં ભાઈ-બહેનના ઝઘડાથી કંટાળી પિતાએ કરી આત્મહત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના દહિંસરામાં ભાઈ-બહેન વચ્ચે ચાલતા ઝઘડાથી કંટાળીને એક પિતાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ માધાપરમાં એક યુવાનનું પટકાવાથી મોત થયું હતું. વહેલી નિદ્રામાંથી જાગીને અગાશી પરથી ઉતરવા જતો હતો, ત્યારે પડી ગયો હતો.
પોલીસ સૂત્રોેએ જણાવ્યું કે, દહિંસરામાં તા.૨૨ સપ્ટેમ્બરે ૯૦ વર્ષીય વીરચંદભાઈ ઉફેઁ રામસંગભાઈ રામચરણે એસિડ ગટગટાવી લીધો હતો. સારવાર દરમિયાન શનિવારે તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તેના પુત્ર વિનોદ અને દીકરી સરોજ વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ઝઘડા ચાલી રહ્યા હતા. હજી તા.૨૨ સપ્ટેમ્બરે વિનોદે સરોજના પગ પર ગરમ તેલ રેડી દેતાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ વાતનું તેના વૃદ્ધ પિતાને મનમાં લાગી આવ્યું હતું. હતભાગી વૃદ્ધ હાલ કોઠારામાં વસવાટ કરતા હતા. તેમણે જમાઈ-દીકરીને દહિંસરામાં પાણીપૂરીના ધંધામાં સેટ કર્યા હતા. છેલ્લા છ માસથી તેઓ જે મકાનમાં રહેતા હતા એને ખાલી કરાવવા બાબતે પણ વિનોદનો ઝઘડો ચાલતો હતો. માધાપરમાં તા.૨૯ સપ્ટેમ્બરે વહેલી સવારે ત્રણ વાગ્યે અશિ્ર્વન દામજી મહેશ્ર્વરી(૨૦) તેના ઘરની અગાશી પરથી પટકાયો હતો. ઘસઘસાટ ઉંઘમાંથી જાગીને તે લઘુશંકાએ જતો હતો ત્યારે એકાએક પડી જતઉં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

કિડાણાની યુવતીનો ઝેર પીને આપઘાત
ગાંધીધામના કિડાણામાં એક યુવતીએ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીનું કરુણ મોત નીપજયું હતું. નિમાબેન નાનજીભાઇ(૧૯)નામની દલિત યુવતી શુક્રવારે પોતાના ઘરે એકલી હતી, ત્યારે કોઇ અગમ્ય કારણોસર મોડી રાત્રિના ૧૨ વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. તેના પરિવારજનોને બનાવની જાણ થતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સારવાર કારગત ન નિવડતાં તેનું મોત થયું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.